વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા સરકાર સામે ભારે હોબાળો, રાજ્યપાલે સંબોધન ટૂંકાવ્યું

0
25

મોંઘવારી-હોસ્પિટલોમાં બાળકોના મોત-દુસ્કર્મની ઘટનાઓને લઇને કોંગ્રેસ દ્વારા બેનરો દર્શાવી સૂત્રોચ્ચારો
ગાંધીનગર,તા.૧૦
ગુજરાત વિધાનસભાનું આજે એક દિવસીય સત્ર થતાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગૃહને સંબોધન શરૂ કરાતાં જ વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી, ગુજરાતમાં નવજાત શિશુઓના મોત વગેરે.ના મામલે ચર્ચા કરવાની માંગણી કરતાં જ કોંગ્રેસના સભ્યોએ પૂર્વ આયોજન પ્રમાણે પોતાના ખિસ્સામાંથી બેનરો કાઢીને સરકાર અને રાજ્યપાલ સામે દર્શાવીને હોબાળો મચાવ્યો હતો અને અધ્યક્ષની સામેની જગ્યા વેલમાં બેસી ગયા હતા. જો કે રાજ્યપાલે પાંચ જ મિનિટમાં પોતાનું સંબોધન ટૂંકાવીને બાકીનું સંબોધન વંચાણે લેવું એમ કહીને તરત જ સદનમાંથી રવાના થયા હતા. તે સાથે જ એક દિવસીય સત્ર હંગામેદાર બન્યું હતું.
ભાજપ સરકારે કેન્દ્રના નાગરિક્તા કાયદો અને દલિતો-આદિવાસીઓના રાજકિય અનામતને વધુ ૧૦ વર્ષ લંબાવવાના કેન્દ્રના નિરઅમયને અનુમોદન આપવાના કામકાજ માટે આજે એકદિવસિય સત્ર બોલાવ્યું હતું. જો કે ટેકનીીકલી તે બજેટ સત્રનો જ એક ભાગ કહી શકાય. કેમ કે બજેટસત્રના પ્રાંરંભે જેમ રાજ્યપાલનું સંબોધન એક પરંપરા છે તે મુજબ રાજ્યપાલે આજે એક દિવસના સત્રના પ્રારંભે જ સંબોધન કર્યું હતું. હવે ૨૪મી ફેબ્રુઆરીએ સત્ર મળશે અને તેમાં નાણામંત્રી તરીકે નીતિન પટેલ ગુજરાત સરકારનું વર્ષ નાણાંકિય ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કરશે.
આજે વિધાનસભામાં હોબાળો અને સૂત્રોચ્ચારો કરવાની રણનીતિ મુજબ જેવું રાજ્યપાલે સંબોધન શરૂ કર્યું કે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાના સ્થાન પરથી ઉભા થયા અને રાજ્યપાલને સંબોધીને કહ્યું કે રાજ્યમાં ખેડૂતો, મોંઘવારી, બાળકોના મોત દુષ્કર્મની ઘટનાઓ અંગે ચર્ચા થવી જોઇએ. તરત જ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાના સ્થાન પરથી ઉભા થઇ ગયા અને ખિસ્સામાંથી કાગળના બેનરો કાઢીને સરકારની સામે દર્શાવતા હોબાળો મચી ગયો હતો અને બાળ મૃત્યુ દર અટકાવો….બળાત્કાર અટકાવો…ખેડૂતોને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચારો કરતાં ભાજપના સભ્યો પાટલીઓ થપથપાવીને વિપક્ષના સૂત્રોના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના સભ્યો હાથમાં બેનરો લઇને વેલમાં ધસી આવતાં તરત જચ ફરજ પરના માર્શલો અંદર ધસી આવ્યાં હતા અને મંત્રીઓની પાટલીઓની આગળ સુરક્ષા માટે ઉભા રહી ગયા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વેલમાંથી સભ્યોને બહાર લઇ જવા માર્શલોને ઇશારો કર્યો હતો. જો કે તે દરમ્યાન રાજ્યપાલે સંબોધન ટૂંકાવતા કોઇને બહાર લઇ જવાયા નહોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY