ગાંધીનગર,તા.૫
૧૮૨ બેઠકો વાળી ગુજરાત વિધાન સભા પૂરતા સંખ્યા બળ સાથે ૫ વર્ષ ની ટર્મ પુરી કરતી નથી તેવો સંયોગ છેલ્લા ૪ એક દશકા મા જોવા મળ્યો છે ગુજરાત વિધાનસભા ને ખંડિત વિધાનસભા નું ગ્રહણ લાગેલ છે ગુજરાત વિધાનસભા મા એક દસકા મા પક્ષપલતું રાજકારણ હાવી થયું છે આમ તો મોટા ભાગે કોઈ ધારાસભ્ય શ્રી નું અચાનક અવસાન થાય ત્યારે વિધાનસભા ખંડિત થતી હોય છે તેવું મનાય છે પરંતુ ગુજરાત વિધાનસભા ને પણ આયારામ ગયારામ નો રોગ લાગુ પડયો છે ત્યારે ગુજરાત મા બાય ઇલેક્શન આવતા હોય છે
છેલ્લા દસકા ની વાત કરીએ તો ગુજરાત લોકશાહી દુબલી પડી છે અને સત્તા લક્ષી રાજકારણ હાવી થયું છે ત્યારે ગુજરાત વિધાનસભા ની કેટલીક પેટા ચૂંટણીઓ હંમેશા રસપ્રદ બની છે અને ૧૯૯૭ થી ખાસ ચર્ચા મા આવેલ પાટણ જિલ્લા ની રાધનપુર બેઠક ની પેટા ચૂંટણી નો ઇતિહાસ જાણવાજેવો છે અહીં પક્ષ પલટો કરી આવેલા નેતા ને પ્રજા એ જાકારો આપ્યો છે ત્યારે ફરી એકવાર આગામી ઓક્ટોમ્બર મા રાધનપુર મા પેટા ચૂંટણી આવી છે ત્યારે આ વખત ની પેટા ચૂંટણી મા પરંપરા જળવાય છે કે પછી કંઇક નવો ઇતિહાસ રચાય છે કેમકે , અતિ મહત્વકાંક્ષી બનેલ અલ્પેશ ઠાકોર એ ૨૦૧૭ મા કહેલ કે સમાજ ના હિત મા હું રાજકારણ મા નહિ આવું અને તેને જાહેર મા પોતાના દીકરા તેમજ પૂજ્ય સંત સ્વ સદારામબાપ ના સમ ખાધા હતા અને નેતાઓ ની જૂઠું બોલવાની ટેગલાઈન અભી બોલા અભી ફોક અનુસાર છેવટે સત્તા ની લાલચ મા રાજકારણ મા પ્રવેશ કર્યો અને ૨૦૧૭ ની ગુજરાત મા જે સ્થિતિ નિર્માણ થઈ હતી તેનો લાભ લઇ ધારાસભ્ય બની ગયા પણ કોંગ્રેસ નો પનો ટૂંકો પડયો એટલે કોંગ્રેસ ની સત્તા મા વાપસી ના થઈ, એટલે મંત્રી નાયબ પ્રધાન સહિત જે સપના જોયા હતા તે પડી ભાગ્યા ,અને સત્તા લાલસા ની ભૂખ સંતોષવા ડર્ટી પોલિટિક્સ નો સહારો લઈ કોંગ્રેસ તેમજ રાધનપુર વિધાનસભા ની પ્રજા નો વિશ્વાસઘાત દ્રોહ કર્યો અને કોંગ્રેસ સાથે દગો કરી ભાજપ ના ખોળામાં બેશરમ થઈ દામન ઝાલ્યો છે ત્યારે રાધનપુર ની પેટા ચૂંટણી રસપ્રદ બની છે જો ભાજપ અલ્પેશ ને ટીકીટ આપશે તો તે ચૂંટણી લડવા આવશે તો ક્યાંક પ્રજા ના રોષ નો સામનો કરવો પડે તેમ છે ૨૦૧૭ મા ભાજપ અને તેના નેતાઓ ને પેટભરી ગાળો આપી હતી ત્યારે આવખતે થુકેલું ચાટવા નો સમય આવશે અને સત્તાધારી પક્ષ ના ગણા ગાવા પડશે એ વાત દીવા ઝેવી સ્પષ્ટ છ
રાધનપુર ની પેટાચૂંટણી મા પક્ષ પલટો કરનારા ને પ્રજા એ સ્વીકાર્યા નથી તેની યાદી જોઈએ તો લવિંગજી સોલંકી ,ભાવસિંહ રાઠોડ,નાગરજી ઠાકોર શંકરસિંહ વાઘેલા આ બધા ની રાજકીય કારકિર્દી અસ્ત પામી છે
ત્યારે અલ્પેશ ઠાકોર આ લાઈન મા જોડાય છે કે પછી ઉદય પામે છે તે આવનાર સમય પર છોડી દઈએ કારણકે પ્રજા ના વોટ ની કોઈજ કિંમત ગુજરાત મા રહી નથી
ગુજરાત ની નાની મોટી તમામ ચૂંટણીઓ જાતિગત સમીકરણો થી લડાય છે રાધનપુર ની બેઠક મા ૬૦ હજાર જેટલા ઠાકોર સમાજ ના વોટ પર અહીં જ્ઞાતિ આધારિત ટીકીટ અપાય છે ત્યારે આવખતે પ્રજા જ્ઞાતિવાદ માં થી છૂટવા માંગે છે અહીં ઈતર સમાજ ચૌધરી આહીર ઠકકર સમાજ સહિત વિવિધ ઉજળિયાત જ્ઞાતિ ના મત ગણવા મા આવે તો પલ્લું ભારે છે
ભાજપ માટે આ પેટા ચૂંટણી નું ખાસ મહત્વ નથી અહીં તે જીતે કે હારે કોઈ ફરક પડવા નો નથી ફરક માત્ર અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજ ને અસર કરે તેમ છે અલ્પેશ ને મંત્રી પદ આપી બાય ઇલેક્શન જીતવું પડશે જે ભાજપ ના કર્મઠ કાર્યકરો સાથે અન્યાય કર્યો ગણાશે
તો કોંગ્રેસ માટે આ પેટા ચૂંટણી જીતવી મુશ્કેલ છે કારણકે સામે સરકાર તેમજ સરકારી મશીનરી સામે ટક્કર લેવા ની સાથે કોંગ્રેસ પાસે યોગ્ય ઉમેદવાર નથી જો તે ઠાકોર સમાજ પર આધાર રાખશે તો તેને આ સીટ ખોવાનો વારો છે ત્યારે કોઈ અન્ય સમાજ ને ટીકીટ આપી જંગ જીતવી પડશે જો કોંગ્રેસ શાહસ કરી ઉજળિયાત ને અજમાવસે તો ૨૦૨૨ મા અહીં શુ કરવું તે ગણિત ગણવું પડશે
કોંગ્રેસ અત્યારે સીમટતી જાય છે ત્યારે પરંપરા ગત રાજકારણ માંથી બહાર આવવું પડશે જો અસ્તિત્વ ટકાવવું હશે તો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


