ગીરનારમાં એપ્રિલ સુધીમાં રોપ-વે કાર્યરત કરવા માટે ઝડપી કામગીરી શરુ

0
39

જૂનાગઢ,તા.૨૦
ગિરનાર રોપ-વે ના પ્રોજેક્ટને જલ્દી પૂર્ણ કરીને એપ્રિલ સુધીમાં કાર્યરત કરવા માટે અત્યારે કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે. ૨૦૦૭માં ગુજરાત સ્થાપના દિનને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢમાં ભવનાથ ખાતે તે સમયના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વેનો શિલારોપણવિધિ કરી હતી.
ગિરનાર રોપ-વે પ્રોજેકટની હાલ ચાલી રહેલી કામગીરીની માહિતી આપતા ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીના ડાયરેકટર અને રોપ-વેના અભ્યાસુ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું કે, ઉષા બ્રેકો કંપની હસ્તકના રોપ-વે પ્રોજેકટની કામગીરી સંભવતઃ જુન માસ સુધીમાં પૂર્ણ કરી રોપ-વેને કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રારંભમાં આ પ્રોજેકટ માટે રૂ. ૮૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ અત્યારે ખર્ચ રૂ. ૧૨૦ કરોડ થશે. જાકે, રોપ-વે શરૂ થયેથી જૂનાગઢ માટે સોનાનો સૂરજ ઉગશે કેમકે, યાત્રિકોની સંખ્યા વધીને ૮૦ લાખે પહોંચવાની શક્્યતા છે. યાત્રિકો વધવાની સાથે જુનાગઢની આવક, સમુદ્ધ્ વધારો થશે. રોપ-વે માટે ઓસ્ટ્રીયા અને ઇટાલીથી બે શીપ દ્વારા મશીનરી આવી ચૂકી છે અને હાલ મટીરીયલ્સ રોપ-વેની પાંચ ટનની ક્ષમતાવાળી ટ્રોલી કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ૨૦૦૭માં ખાતમુહૂર્ત વખતે એક સાથે ૮૦ પેસેન્જરો બેસી શકે એવી ટ્રોલીની જાગવાઇ હતી. હવે ૮ પેસેન્જર બેસી શકે એવી ૨૫ ટ્રોલી લગાવવામાં આવશે.
ઓક્ટોબરમાં મટીરીયલ રોપ-વે શરૂ થઇ જશે અને સમગ્ર પ્રોજેકટનો એપ્રિલ સુધીમાં મંગલારંભ થઇ જાય તે પ્રમાણે અત્યારે રાત-દિવસ કામગીરી ચાલી રહી છે. ગિરનાર રોપ-વે નીચેથી ઉપર ૭ મિનિટમાં પહોંચશે અને આજ પ્રમાણે ઉપરથી એટલે કે અંબાજીથી નીચે તળેટી સુધી ટ્રોલીને પહોંચતા ૭ મિનિટનો સમય લાગશે. રોપ-વેની ટ્રોલીમાં યાત્રિકો જૂનાગઢના ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસથી વાકેફ થઇ શકે તે માટે માઇક્રોફોન સાથે ઓડિયો કલીપ મુકાય તેવી પણ શક્યતાઓ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY