ભરૂચ LCBએ મંદિરોમાં આવતા ભક્તોને વિશ્વાસમાં લઈ તેમની પાસે રોકડ તથા સોનાના દાગીના પડાવી ફરાર થઈ જતી ઇરાની ગેંગના એક સભ્યને હાંસોટના સીસોદરા ગામની સિમમાં આવેલ એક શેરડીના ખેતરમાંથી અટકાયત કરી ભરૂચ તેમજ સુરત જિલ્લા ના અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.
પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર તા ૨૦/૧૧/૨૦૧૯ ના રોજ હાંસોટ પો.સ્ટે વિસ્તારમાં આવેલ ઇલાવ ગામમાં આવેલ રામજી મંદીર તેમજ ઓભા ગામે આવેલ સ્વામીનારાયણ મંદીરમાં વુધ્ધ મહીલા તથા પુરૂષને વિશ્વાસમાં લઇ મંદીર માં બાધા તથા ગુપ્તદાન કરવાનું હોય જેમાં અમુક રોકડા પૈસા બતાવી દાગીના સાથે અડાડવાની લાલચ આપી માંગી નજર ચુકવીને બે ઇસમો એવન્જર્સ બાઇક ઉપર ગુનો આચરી નાશી છૂટવાની ધટના બનવા પામી હતી. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની ધાર્મિક આસ્થાને નુકશાન પહોંચેલ હોય આ અંગે હાંસોટ પો.સ્ટે માં અલગ અલગ બે ગુના નોધાવા પામ્યા હતા.
આ ગુનાની ગાંભીરતાને ધ્યાને લઇ ગુનાઓ શોધવા અંનુસાંધાને ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બીના પો.સ.ઇ પી.એસ.બરાંડા તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ વાઇ.જી.ગઢવીએ અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત ગુના શોધી કાઢવા માટે હાંસોટ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સીસોદરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં આ ગુનો આચરનાર ઇસમ સાંતાયેલ છે. જેના આધારે એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો સાથે કોર્ડન કરી આરોપી નામે હાસીમ કાદીર શેખ રહે – ૨૧૧ દેવાઝીહરી કોલોની ધર નં ૦૧, વોર્ડ નં ૦૧ નાકર સેંડવા તા. સેંડવા જી. બરવાની M.Pને પકડી પાડી તેની વધુ પુછપરછ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




