સુપ્રિમના આદેશના અમલીકરણ માટે ભૂતપૂર્વ પ્રધાનોને સરકારી બંગલા ખાલી કરવા નોટિસ

0
16

લખનઉ,
ઉત્તર પ્રદેશના રાજ્ય સંપત્તિ વિભાગે સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણ માટે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને નોટિસ જાહેર કરીને પંદર દિવસની અંદર સરકારી બંગલા ખાલી કરવાની નોટિસ જાહેર કરી છે.
યુપી રાજ્ય સંપત્તિ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે આના સંદર્ભે નોટિસ જારી કરવામાં આવી છે. શુક્રવારે યુપીના તમામ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને નોટિસ પહોંચી જશે. લખનૌ ખાતેના વીવીઆઈપી ઝોનમાં હાલ યુપીના છ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો નારાયણ દત્ત તિવારી, મુલાયમસિંહ યાદવ, કલ્યાણ સિંહ, માયાવતી, રાજનાથ સિંહ અને અખિલેશ યાદવ પાસે સરકારી બંગલા છે.
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે મે માસના પ્રારંભમાં જ કહ્યું હતુ કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સરકારી બંગલામાં રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે જા કોઈ મુખ્યપ્રધાનનો કાર્યકાળ સમાપ્ત થાય છે. તો તે આમ આદમીની જેમ જ છે.
અદાલતે લોકપ્રહરી નામની એનજીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ ચુકાદો ફરમાવ્યો હતો. અરજીમાં યુપીના પ્રધાનોના વેતન-ભથ્થા અને અન્ય જાગવાઈના કાયદા ૧૯૮૧માં અખિલેશ યાદવની સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનોને પડકારવામાં આવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પાંચ કાળીદાસ માર્ગ ખાતેના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી બંગલા ખાલી કરવાના નિર્દેશ બાદ ઉભી થયેલી પરિÂસ્થતિ પર ચર્ચા કરવા માટે ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY