વિશ્વ બેંકના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે
ન્યુ દિલ્હી,તા.૨૯
ગ્લોબલ વોર્મિગના કારણે વધી રહેલા તાપમાનથી બદલાઈ રહેલા હવામાનની સૌથી ખરાબ અસર ભારત પર પડી શકે છે. તેવી ચેતવણી વિશ્વ બેંકે જાહેર કરેલા એક અહેવાલમાં આપવામાં આવી છે.
વિશ્વ બેંકેના અહેવાલમાં જણાવાયા પ્રમાણે ગ્લોબલ વોર્મિગ ભારતની જીડીપીમાં ૨.૮ ટકા જેટલો ઘટાડો કરવામાં કારણભૂત બની શકે છે. ઉપરાંત ભારતની અડધો અડધ વસતીનુ જીવન ધોરણ નીચુ જઈ શકે છે.
ખાસ કરીને ભારતના વિદર્ભ તેમજ મધ્ય ભારતના મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઠના કેટલાક જીલ્લાઓ સૌથી વધારે પ્રાભાવિત થઈ શકે છે.આ વિસ્તારોની આર્થિક આવકમાં તો ૧૦ ટકા જેટલો જંગી ઘટાડો થવાની સંભાવના છે.
જો રિપોર્ટના અનુમાન પ્રમાણે ભારતની જીડીપી ૨.૮ ટકા જેટલી પણ ઓછી થાય તો ભારતને ૨૦૫૦ સુધીમાં ૧.૧ ટ્રિલિયન ડોલરનુ નુકસાન થઈ શકે છે.સૌથી વધારે અસર ખેતી પર અને સ્વાસ્થ્ય પર પડશે.
તાપમાન ઓછુ કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલા પછી પણ ૨૦૧૫ સુધીમાં ભારતના સરેરાશ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થવાની સંભવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


