રાજધાની,શતાબ્દી ઉપરાંત તમામ પ્રીમિયમ ટ્રેનના એસી કોચમાં આ સિસ્ટમ લગાવાશે

0
71

ધુમાડો નીકળતાં જ ટ્રેનમાં એલાર્મ વાગીને ઓટોમેટિક બ્રેક લાગશે
પટણા,તા.૨૯
ટ્રેનમાં બ્રેક ડાઉન અથવા કોઈ કારણસર આગ લાગવાની ઘટના વખતે બચાવ માટેનો નવો ઉપાય શોધવામાં આવ્યો છે, જેમાં રેલવે વિભાગ ટ્રેનમાં એડ્‌વાન્સ મલ્ટિલેવલ ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવાની તૈયારી કરી રહ્યો છે, તેના આરંભમાં રાજધાની અને શતાબ્દી ઉપરાંત તમામ પ્રીમિયમ ટ્રેનના એસી કોચમાં આ સિસ્ટમ લગાવવામાં આવશે.
ટ્રેનમાં આગ લાગે ત્યારે બોગીમાં જેવો ધુમાડો નીકળશે કે તરત જ એડ્‌વાન્સ ફાયર સિસ્ટમ તેનું કામ શરૂ કરી દેશે અને કોચમાં હુટર વાગવાનું શરૂ થઈ જશે તથા તેના કારણે યાત્રિકો સતર્ક થઈ જશે.
તેના કારણે જો ધુમાડા નીકળતા હશે તો તેની જાણ થઈ જશે અને તેના કારણે એકાએક બ્રેક વાગી જશે. રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર હમસફર અને તેજસ જેવી નવી ટ્રેનની બોગીઓમાં પણ આવી સિસ્ટમ લગાવવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY