ન્યુ દિલ્હી,તા.૨૯
ટિકિટ વિના રેલવે યાત્રા પર દંડની રકમ વધારીને હવે રૂ. ૧૦૦૦ કરવામાં આવી શકે છે. હકીકતમાં પશ્રિમી રેલવેએ ટિકિટ વગરના યાત્રીઓ માટે વસૂલાતા દંડની રકમ વર્તમાન દરથી ત્રણ ગણી વધારવા પ્રસ્તાવ આપ્યો છે. સંભતઃ રેલવે દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારી સેવામાં આવશે કારણકે અધિકારીઓને એવું લાગે છે કે ભારે ભરખમ દંડને કારણે ટિકિટ વગર પ્રવાસ કરનારા લોકોમાં ઘટાડો થશે.
હજી ટિકિટ વગર પ્રથમ અને બીજી શ્રેણીના રેલવે ડબ્બાઓમાં યાત્રા કરનારાથી ૨૫૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે. એનાથી પહેલા દંડની રકમ માત્ર ૫૦ રૂપિયા હતી. જેને વર્ષ ૨૦૦૨માં વધારીને ૨૫૦ રૂપિયા કરી દેવામાં આવી હતી. વેસ્ટર્ન રેલવેના એક સીનિયર ઓફિસરે કહ્યુ કે રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણીના તાજેતરમાં મુંબઈના પ્રવાસ દરમિયાન દંડની રકમ વધારવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવ પહેલાં જ મોકલવામાં આવ્યો હતો. પણ રેલવે બોર્ડે આ વખતે વેસ્ટર્ન રેલવેએ ભરોસો આપ્યો છે કે આ પર વિચાર કરવામાં આવશે. પશ્રિમી રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે મોંઘવારી અનુસાર દંડની રકમ વધારવી જોઈએ. રોજ અપડાઉન કરનારા અનેક યાત્રીઓ એ વિચારીને ટિકિટ નથી લેતા કારણકે તેને લાગે છે કે પકડાઈ ગયા બાદ દંડની રકમ ભરવી તેના કરતાં મહિનાની સીઝન ટિકિટ લેવી વધારે સસ્તી છે. સેન્ટ્રલ રેલવેમાં રોજના આશરે ૩૦૦૦ જ્યારે વેસ્ટર્ન રેલવેમાં રોજના આશરે ૧૩૦૦ મુસાફરો ટિકિટ વગર પ્રવાસ ખેડતાં પકડાય છે. એવામાં સેન્ટ્રલ રેલવેને દંડથી દરરોજ ૧૫ લાખ રૂપિયાની જ્યારે વેસ્ટર્ન રેલવેને ૫ લાખ રૂપિયાની આવક થાય છે. તો સેન્ટ્રલ રેલવે ભાડામાંથી દરરોજ ૭ કરોડ રૂપિયા અને વેસ્ટર્ન રેલવે ૫ કરોડ રૂપિયા કમાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





