ગોધરા,તા.૧૭
ઘોઘંબા તાલુકાની એક ગામમાં જલ્પા (નામ બદલ્યું) તેના પરિવાર સાથે રહેતી હતી. જલ્પા ધોરણ-૯ માં અભ્યાસ કરતી હતી. તેના માતાપિતા દ્વારા તેની જાણ બહાર તેના બાળલગ્ન ગોઠવી દેવામાં આવ્યા હતા. જે જલ્પાને મંજુર ન હતાં તેથી જલ્પા કોઇને કાંઇપણ કહ્યા વગર ધરેથી ભાગી ને ગોધરા તાલુકાના એક ગામમાં આવી ગઇ હતી. જ્યાં જલ્પાને તે ગામમાં કોઇ ઓળખતું ન હતું કે ન તેના કોઇ સંગાસંબંધી ત્યાં રહેતાં ન હતા. જેથી જલ્પા ગામમાં આમતેમ ફર્યા કરતી હતી.
ગામની ઝાડીઓમાં જલ્પા બે દિવસથી એકલી ફરતાં ગામના એક વ્યક્તિએ દેખતાં તેને ૧૮૧ અભયમને કોલ કર્યો હતો. કોલ મળતાં ૧૮૧ અભયમની રેસ્ક્યૂ વાન સ્થળ ઉપર પહોચીને કિશોરીને શોધી લીધી હતી. જલ્પાએ ૧૮૧ મહિલા કર્મીને પોતાના લગ્ન મંરજી વીરુદ્ધ કરાવતાં ધરેથી નાસીને અહિ આવી ગઇ હોવાનું જણાવ્યું હતું.
૧૮૧ ટીમે જલ્પાના માતાપિતાનો સંપર્ક કરીને સગીરાનું બાળલગ્ન કરાવવું એ ગુનો છે. અને સામાજીક દષ્ટિએ પણ બાળલગ્ન વ્યાજબી નથી. તેનો અભ્યાસ પુરો કરાવો અને પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન કરાવજા તેવું સમજાવતાં તેના માતાપિતા કબુલ્યું કે તેઓ તેના લગ્ન નહિ કરાવીએ તેમ જણાવ્યું હતું. આમ ૧૮૧ મહિલા કાઉન્સીલરની સમજાવટથી બાળલગ્ન થતાં અટકાવવામાં આવ્યા હતા. અને જલ્પા રાજી ખુશીથી પોતાની ઘરે પહોચી ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



