પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
હરીન્દ્ર દવે
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
હિતેન આનંદપરા
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ.
પહેલી વર્ષામાં એક થઇને પછી, માટીના ભીના શ્વાસમાં જઇએ.
શોભિત દેસાઇ
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ;ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ.
હરીન્દ્ર દવે
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
મનોજ ખંડેરિયા
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ.તુષાર શુક્લ
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
આદિલ મન્સૂરી
તૂટી પડશે, ઓથાર છે,
બારે મેઘા તૈયાર છે.હેલી આવી છે યાદની,
ને શ્રાવણ અનરાધાર છે.દિનેશ દેસાઈ
આભાર પ્રહલાદભાઈ ચારણ
9723603395
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


