સોશિયલ મીડિયા હબનું ગઠન મોનિટરીંગ રહસ્ય બનાવવા જેવું: સુપ્રીમ કોર્ટ

0
89

ન્યુ દિલ્હી,તા.૧૩
સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ડેટા પર નજર રાખવા માટે સોશિયલ મીડિયા હબના ગઠનની સૂચના અને પ્રસારણ મંત્રાયલયના નિર્ણય પર સખ્ત વલણ અપનાવતા આજે કહ્યુ છે કે, આ મોનિટરીંગ રહસ્ય બનાવવા જેવી હશે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, સરકાર નાગરીકોના વ્હોટ્‌સ એપ સંદેશાને ટેપ કરાવવા માગે છે અને તેમની પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે.
મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા, જસ્ટીસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ ડીવાય ચંદ્રચૂ઼ડની બેચે તૃણમૂળ કોંગ્રેસના ધારાસભ્ય મહુઆ મોઇત્રાની અરજી પર કેન્દ્રને નોટિસ આપી છે અને આ મામલે એટર્ની જનરલ કેકે વેણૂંગોપાલ પાસે સહયોગ માંગ્યો છે.
બેચે કહ્યુ, સરકાર નાગરિકોના વ્હોટ્‌સ એપ સંદેશાઓ ટેપ કરવા માગે છે અને આ મોનિટરિંગ રહસ્ય બનાવવા જેવી હશે. મોઇત્રાના વકીલ એએમ સિંઘવીએ કÌšં કે, સરકારે અરજી મગાવી છે અને નિવિદા ૨૦ ઓગસ્ટે ખુલશે. તે સોશિયલ મીડિયા હબ દ્વારા સોશિયલ મીડિયાની વિષયવસ્તુ પર મોનિટરિંગ કરવા માંગે છે.
જેના પર બેચે કહ્યુ કે, તેઓ ૨૦ ઓગસ્ટે ટેંડર ખુલતા પહેલાં આ મામલે ૩ ઓગસ્ટ માટે સૂચીબદ્ધ કરી રહી છે અને એટર્ની જનરલ અથવા સરકારના કોઇ લીગલ અધિકારી આ મામલે કોર્ટને મદદ કરશે.
આ અગાઉ ૧૮ જુને કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની મનાઇ કરી હતી. જેમાં સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન હબ બનાવવા માટે કેન્દ્ર સરકારના પગલા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. જે ડિઝીટલ મીડિયા અને સોશિયલ મીડિયાની વિષય વસ્તુને એકત્ર કરી તેનું વિશ્લેષ્ણ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY