મુંબઈમાં કાલેજના વિદ્યાર્થીઓ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા વાંચશે

0
3

મુંબઈ,તા.૧૩
મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મુંબઈમાં મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્દગીતાનું વેચાણ કરવાનો આદેશ કર્યો છે. જા કે આ મુદ્દે એક નવો વિવાદ સર્જાયો છે. ઉચ્ચ શિક્ષા નિર્દેશાલયે આ સંબંધમાં એવો પરિપત્ર જાહેર કર્યો છે કે જેનાં અનુસાર મુંબઈમાં નેક (એનએએસી)ની એ અને એ પ્લસ શ્રેણીનાં ગેર સરકારી સહાયતા પ્રાપ્ત કરનાર ૧૦૦ કોલેજામાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્દગીતા વહેંચવામાં આવશે.
ઉચ્ચ શિક્ષા નિર્દેશાલય તરફથી જાહેર કરાયેલાં પરિપત્રમાં વિદ્યાર્થીઓમાં શ્રીમદ ભગવદ્દગીતા વિતરણ સંબંધી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું કે, મહાવિદ્યાલયનાં પ્રાચાર્ય તેની રસીદ પણ વિભાગોને મોકલે.
તેનાં પર કોંગ્રેસ અને એનસીપીનાં નેતાઓએ ભાજપાનીત સરકાર પર શિક્ષા વિભાગ મારફતે હિંદુત્વવાદી એજન્ડા લાગુ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. વિપક્ષે એવો સવાલ ઊભો કર્યો છે કે કોલેજનાં વિદ્યાર્થીઓને જ ફક્ત શ્રીમદ ભગવદ્દગીતા જ કેમ વહેંચવામાં આવી રહી છે.
દેશ ધર્મ નિરપેક્ષ છે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ધર્મ નિરપેક્ષ વાતાવરણ હોવું જાઈએ. વિધાનસભામાં એનસીપી દળનાં નેતા જયંત પાટિલે શિક્ષણમંત્રી વિનોદ તાવડેનાં ધાર્મિક જ્ઞાન પર જ સવાલ ઉઠાવ્યો કે તેમણે કહ્યુ કે, શિક્ષામંત્રીએ આ નિર્ણય મીડિયામાં સમાચારોમાં રહેવા માટે લીધો છે.
ત્યાં જ શિક્ષામંત્રી વિનોદ તાવડેએ કહ્યુ કે કોંગ્રેસ, એનસીપી અને સમાજવાદીઓને સ્પષ્ટ કરવું જાઇએ કે શું શ્રીમદ ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ ખોટો ઉપદેશ આપ્યો છે. એટલાં માટે વિદ્યાર્થીઓમાં આને વહેંચવામાં ના આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY