પોલીસ કાફલો મોરબી કોર્ટમાં : સહ આ@રોપી વકીલ ગણેશીયા પણ એક દિવસના રિમાન્ડ ઉપર
તળાવ કૌભાંડિયાઓ પાસેથી લાંચ લેવા મામલે મોરબી પોલીસ દ્વારા હળવદ ધારાસભ્ય અને તેમના નજીકના ગણાતા વકીલની ધરપકડ બાદ આજે પોલીસ રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા લોકોના ટોળે ટોળા જામ્યા હતા.અને નામદાર અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળી ધારાસભ્ય અને તેમના સાથીદારને એક દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કરતા ચકચાર જાગી છે.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ કરોડો રૂપિયાનું તળાવ કૌભાંડ આચરવામાં આવતા આ કૌભાંડને વિધાનસભામાં નહિ ઉખેડવા બદલ લાખો રૂપિયા કૌભાંડકારો પાસેથી લેવા બદલ મોરબી પોલીસ દ્વારા હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમના નિકટના સાથી એવા વકીલ ભરત ગણેશિયાની ધરપકડ બાદ આજે બન્નેના રિમાન્ડની માંગ સાથે મોરબી અદાલતમાં રજૂ કરાતા અદાલતમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જો કે પોલીસ રિમાન્ડ માંગવા મામલે સરકારપક્ષ અને બચાવપક્ષે ધારદાર દલીલો થયા બાદ નામદાર અદાલત દ્વારા ધારાસભ્ય સાબરીયા અને વકીલ ભરત ગણેશીયાને એક એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા
મયુર રાવલ હળવદ મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





