લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે દરેક રાજકીય પક્ષ પોત પોતાની તૈયારમાં વ્યસ્ત છે. આ સપ્તાહને એનડીએ માટે ખુબ નિર્ણાયક ગણવામાં આવે છે.
બિહારમાં લોકસભાની ૪૦ સીટ માટે ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવ્યા બાદ કોણ કેટલી સીટ પર ચૂંટણી લડશે તેને લઇને હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. ગત શુક્રવારના દિવસે ભાજપ પ્રમખ અમિત શાહ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર સંયુક્ત રીતે જાહેરાત કરી ચુક્યા છે કે બંને પાર્ટી એક સમાન સીટો પર ચૂંટણી લડનાર છે.
એવુ પણ જાણવા મળ્યુ છે કે હવે બુધવાર સુધી ભાજપના સાથી પક્ષ રામવિલાસ પાસવાના લોકજનશક્ત પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી દ્વારા પણ જાહેરાત કરવામાં આવનાર છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા લોકસભાની ચૂંટણીના છ મહિના પહેલા જ સીટોની સમજુતીની જાહેરાત કરીને મોટો ખતરો લઇ લીધો છે. જેડીયુ તરફથી લાવવામાં આવેલા સતત દબાણના કારણે ભાજપને કેટલાક અંશે ઝુંકવાની ફરજ પડી છે. બિહારની ફોર્મ્યુલા ઘોષિત થયા બાદ બાકી રાજ્યોમાં પણ ભાજપના સાથી પક્ષો તરફથી વધારે સીટોની માંગ કરવામાં આવી શકે છે. જા કે એનડીએમાં સીટોની વહેંચણી સ્પષ્ટ થયા બાદ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સામે પડકારો વધશે. સાથે સાથે તેમના સાથી પક્ષો તરફથી પણ સીટ સમજુતી કરવાનુ દબાણ વધી જશે. સ્વાભાવિક છે કે ભાજપે બિહારમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરીને નવી રાજકીય સ્થતીનો સંકેત આપી દીધો છે.
બિહારમાં જે ઇરાદાની સાથે ૪૦ સીટો પર સમજુતીની જાહેરાત છ મહિના પહેલા કરવામાં આવી છે તેના કેટલાક નવા પાસા પણ તરત સપાટી પર આવી ગયા છે. ઉપેન્દ્ર કુશવાહ અને ચિરાગ પાસવાને નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સીટોની સંખ્યા પાર્ટીની ઘટી જવાથી નારાજગી વ્યક્ત કરી છે. સુત્રોના કહેવા મુજબ ભાજપ બિહારમાં જીતેલી ઓછામાં ઓછી પાં સીટો ગુમાવી દેશે. ૧૨ સીટો પર દાવ છોડશે. કેટલાક સ્થાનિક નેતાઓ માને છે કે આવા સમયમાં જ્યારે ભાજપ બિહારમાં પણ ઉત્તરપ્રદેશની જેમ ખુબ મોટી શક્ત તરીકે ઉભરી રહી છે ત્યારે ઓછી સીટ પર સહમત થવાની બાબત યોગ્ય દેખાઇ રહી નથી. સાથે સાથે જે સાંસદોનુ પત્તુ કપાશે અને દાવેદારી હટી જશે તે સાંસદોના સમર્થકોની નારાજગી પણ જાવા મળી શકે છે. બીજી બાજુ ભલે જેડીયુ માટે સારી ડીલ થઇ છે પરંતુ આના કારણે ભાજપના બે સાથી પક્ષોની સીટ ઘટી જશે.
હકીકતમાં ભાજપે જેડીયુની માંગ સ્વીકારીને ભાજપે બીજા સાથી પક્ષોને સંકતો આપી દીધા છે કે તે સાથી પક્ષોને પણ પુર્ણ સન્માન આપે છે. તેમના હિતો માટે કેટલાક બાંધછોડ પણ કરી શકે છે. હાલમાં જ ભાજપ પર સાથી પક્ષો સાથે સારુ વર્તન કરવામાં આવતુ ન હોવાનો આરોપ થઇ ચુક્યો છે. મહારાષ્ટ્રમાં શિવ સેના દ્વારા વારંવાર આ પ્રકારના આરોપો ભાજપ પર કરવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસમાં પંજાબના અકાળી દળે પણ ભાજપને સાથીઓની વાત સાંભળવા માટે કહ્યુ હતુ. ઉત્તરપ્રદેશમાં પણ સાથી ઓમપ્રકાશ રાજભર સતત નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે. આવી સ્થતીમાં ભાજપ અને જેડીયુ વચ્ચે સમજુતીના કારણે સાથી પક્ષોમાં સારા સંકેત ગયા છે. એવા સંકેત પણ મળી રહ્યા છે કે હાલના તમામ ઓપિનિયન પોલમાં એવી માહિતી ઉભરીને સપાટી પર આવી છે કે વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ભાજપને વર્ષ ૨૦૧૪ની તુલનામાં ઘણી સીટો પર નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
સરકાર બનાવવા માટે સાથી પક્ષોના સહકારની પણ જરૂર પડશે. ભાજપ દ્વારા આવી સ્થતીને લઇને પણ પહેલાથી જ હોમવર્ક કરવામાં વ્યસ્ત છે. અમિત શાહ ચૂંટણી રણનિતી સમય કરતા પહેલા તૈયાર કરવા માટે જાણીતા રહ્યા છે. ભાજપ જેડીયુની જેમ જ અન્ય પક્ષોની સાથે પણ આ પ્રકારનુ વર્તન કરશે કે કેમ તેને લઇને પ્રશ્ન ઉઠી રહ્યા છે. શિવ સેના પણ ભાજપની સાથે વાતચીત દરમિયાન અડધી સીટો માંગી શકે છે. મોદી અને અમિત શાહ સામે કેટલાક નવા પડકારો છેલ્લા વર્ષમાં ઉભરી આવ્યા છે. કારણ કે સાથી પક્ષો પહેલા કરતા વધારે લડાયક દેખાઇ રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







