વિશ્વની સૌંથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ માટે સરદાર જયંતિ – તા. ૩૧ મી ઓકટોબરે કેવડીયા ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા વિવિધ કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહયો છે.

ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સીંધ તથા વરિષ્ઠ સનદી અધિકારીઓ, પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ વિગેરેએ તા. ૩૧ મી ઓકટોબરે યોજાનારા કાર્યક્રમને આખરી ઓપ આપતા વિશેષ કરીને ઇન્ડીયન એવિએશનના અધિકારીઓ સાથે કદમતાલ મેળવતા, મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું રીહર્ષલ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમની સામે ૩.૫ કિલોમીટર દૂર, નર્મદા નદીના પટમાં- સાધુ બેટ ઉપર તૈયાર થયેલી, સરદાર સાહેબની પ્રતિમાનું વડાપ્રધાન રાષ્ટ્રાર્પણ કરશે.

આ વેળા તેઓ વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી એક ભારત-શ્રેષ્ઠ ભારત અંતર્ગત દેશનાં વિવિધ રાજયોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા કાર્યક્રમો- કલાકારોને પણ મળશે.

સાથે સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણમાં સહયોગીઓને પણ મળી, એક ભારત-શ્રેષ્ઠ ભારત નિર્માણમાં તેમના યોગદાન બદલ અહોભાવ વ્યકત કરશે.

વૈશ્વિક સ્તરે ભારતની ગરિમા અને ક્ષમતાનો પરિચય કરાવતા આ કાર્યક્રમનાં સુચારૂ આયોજન, વ્યવસ્થા માટે મુખ્ય સચિવ જે.એન.સીંધે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.,9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





