મુંબઇ એરપોર્ટ પર માર્ચ એન્ડ સુધી પાંચ હજાર ફલાઇટ રદ

0
6

મુંબઇ એરપોર્ટ રન-વેનું સમારકામ શરુ થતાં
મુંબઇ,તા.૭
મુંબઈ એરપોર્ટ પર આજથી રન-વેનું સમારકામ શરૂ થઈ રહ્યું હોવાથી ટાઈમ ટેબલ વેરવિખેર થઈ ગયું છે. દર અઠવાડિયે ત્રણ દિવસ મુંબઈ એરપોર્ટનો રન-વે બંધ રહેવાનો છે અને તેના કારણે એરપોર્ટ ઓથોરિટીએ અનેક ફલાઈટ રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રન-વેના સમારકામને કારણે માર્ચ મહિના સુધીમાં પાંચ હજાર જેટલી ફલાઈટ રદ થશે. આવી સ્થિતિમાં એરલાઈન્સે ભાડામાં પણ ૨૫થી ૩૦ ટકાનો વધારો કરી દીધો છે.
રન-વેના રિપેરિષ્ગનું કામ ૩૦મી માર્ચ સુધી ચાલવાનું છે અને તેના કારણે મંગળ, ગુરુ, શનિવારના રન-વે બંધ રહેશે. આ દિવસોમાં સવારે ૧૧થી ૫ વાગ્યા સુધી કોઈ વિમાનની અવર-જવર નહી થાય. અનેક એરલાઈન્સે આવી સ્થિતિમાં ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કર્યો છે. આ દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય વિમાનોના ટેઈક ઓફ અને લેન્ડિંગને પ્રાથમિકતા આપવામાં આવશે. આવી સ્થિતિમાં ઘરેલું વિમાની સેવાનું ટાઈમ ટેબલ ફરી શકે છે. ફેબ્રુઆરીમાં બેંગ્લોરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ૧૧ દિવસો માટે અમુક કલાકો બંધ રહેવાનું છે. બેંગ્લોરમાં યોજાઈ રહેલા એરો ઈન્ડિયા-શોના કારણે રન-વે અમુક કલાકો માટે બંધ કરવામાં આવનાર છે.
રનવેના સમારકામને પગલે દિવસમાં છ કલાક વિમાન સેવા બંધ રહેતા ફાલઇટ મર્યાદિત સંખ્યામાં આૅપરેટ થશે, પરિણામે ટિકિટના દરમાં વધારો કરવામાં આવશે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર એકબીજાને છેદતા બે રનવે છે. બંને રનવે જ્યાં મળે છે તે ભાગમાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે, તેથી બંને રનવે બંધ રાખવા પડશે. મુંબઈ ઍરપોર્ટ પર દર કલાકે ૪૬ ફલાઇટ અવર-જવર કરે છે. તે હિસાબે દિવસમાં ૨૭૬ ફલાઇટને સમારકામનો ફટકો પડશે. એટલું જ નહી, ટિકિટના દરમાં પણ વધારો થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY