પુત્રવધુની કબુલાત : સસરો ઘરમાંથી કાઢી મુકશે તેવા ડરથી હત્યાનું કાવતરૂ ઘડ્યું
કાનજી કુંભારની હત્યા કરવા અંધશ્રદ્ધાના બહાના હેઠળ પુત્રવધુ નિશિતાએ પ્લાન ઘડ્યો હતો
પોલીસની તલસ્પર્શી તપાસ : હત્યામાં આખા પરિવારની સંડોવણી ઉઘાડી પડી
માતા હંસા, ત્રણ દિકરા, એક દિકરી અને પુત્રવધુ નિશિતાની પોલીસે ધરપકડ કરી
સુરત, તા.૧૫
સુરતમાં અંધશ્રદ્ધાના નામે આડેધી પરિવારના સભ્યો દ્વારા છાતી ઉપર કૂદકા મારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભલભલાને પરસેવો છૂટીજાય એવો આ ખુલાસો થયો છે. પરિવારના મોભી એવા ૫૧ વર્ષીય કાનજી કુંભારની હત્યા પાછળ અંધશ્રદ્ધા નહીં પરંતુ તેની જ પુત્રવધુ નિશિતાનો માસ્ટર પ્લાન હતો. પોતાના લગ્ન જીવનમાં અડચણ રૂપ થનારા સસરાને રસ્તા વચ્ચેથી હટાવવા માટે નિશિતાના મગજમાં પહેલાથી જ વિચારો ચાલતા હતા. કારણ કે નિશિતા બીજી જ્ઞાતિની હતી તેમના પરિવારને ગેરમાર્ગે દોરીને કાનજી કંભારના મોટા દીકરા પ્રકાશ સાથે એક વરસ પહેલા નિશિતાના લગ્ન કરાવવામાં આવ્યા હતા. થોડા સમયબાદ સસરાને નિશિતા બીજી જ્ઞાતિની હોવાનું માલુમ પડતા. આ વાતનો કાનજી કુંભારે વાંધો ઉઠાવ્યો હતો. અને અનેક વખત મોટા દીકરાને જૂદા રહેવા જવા માટે કહ્યું હતું. આમ નિશિતાના મનમાં પોતાના લગ્ન જીવવ તૂટવાનો સતત ડર રહેતો હતો.
પોતાનો પતિ પ્રકાશ સસરાના કહેવાથી તેને છોડી દેશે ઓવા ભયના ઓસાયા હેઠર જીવતી નિશિતાના મગજમાં સસરાને હટાવવાના વિચારો આવતા હતા. જોકે, સસરા ભૂત-પ્રેત ભગાડવાનું કામ કરતા હતા. આ બધું નિશિતા જોતી હતી પરંતુ તેના મગજમાં સસરાને કેવી રીતે હટાવવા એ કંઇ સેટ થતું ન્હોતું. એક સમય એવો આવ્યો કે નિશિતાને પોતાના વિચારોને અમલમાં લાવવાનો મોકો મળી ગયો હતો.
જે સસરા ભૂત-પ્રેત ભગાડવાનું કામ કરતા હતા એ એક દિવસ બીમાર પડ્યા અને આ તકનો લાભ લઇને નિશિતાએ પોતાનો મેલો મનસૂબો પુરો કરવા માટે આખા પરિવારને ગેરમાર્ગે દોર્યા હતા. નિશિતાએ બાપુજીના શરીરમાં ભૂત પ્રવેશ કરી ગયું હોવાનું કહીને પરિવારને વિશ્વાસમાં લઇને તાંત્રિક વિધિ કરવાનું નક્કી કર્યું હતું. આખરે નિશિતાએ ૧૦ મી તારીખે પરિવારના સભ્યો સાથે વાત કરીને મેલી વિદ્યા કરીને ભૂત કાઢવાનું નક્કી કર્યું. રાત્રે ૧૨ વાગે કાનજીની પૂજા કરી. નિશિતાએ સિંદુર મિક્સ કરેલું પાણી પીવડાવ્યા બાદ તમામ વારા ફરતી સતત ૫ કલાક સુધી કાનજીની છાતી પર કૂદકા મારીને હત્યા કરી નાંખી હતી. નિશિતાએ પરિવારને એટલી હદ સુધી ગેરમાર્ગે દોર્યા કે જીની હદ થઇ ગઇ. નિશિતાએ કહ્યું કે તેમના પર બેસી રહેવાથી ફરીથી જીવતા થઈ જશે. ત્યાર બાદ પરિવારના તમામ સભ્યો કાનજીની લાશ પર સતત ૧૨ કલાક સુધી બેસી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પાણી પણ પીધું ન હતું. ૧૧ મી તારીખે સાંજે પાંચ વાગ્યાની આસપાસ નિશિતાએ સૌને એવું કહ્યું કે હવે જો કાનજી નહીં જાગ્યા તો તેમાંથી ભૂત નિકળીને આપના શરીરમાં ઘુસી જશે. ત્યાર બાદ તેઓ તમામ ઘરને તાળું મારીને ભાગી ગયા. પોલીસે તમામ આરોપી પત્ની હંસા, પુત્રો પ્રકાશ,દિનેશ અને દીકરી હેતલ તથા પુત્રવધૂ નિશિતા અને સૌથી નાનો ૧૭ વર્ષના દીકરાની ધરપકડ કરી છે. કતારગામ મેઇનરોડ પર આવેલ પારસ સોસાયટીમાં વિમલનાથ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૨ ખાતે રહેતાં કાનજી ભીખા કુંભાર અને તેમનો પુત્રો પ્રકાશ, દિનેશ અને સંજય હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. દરમિયાન દિવાળી પછી તા. ૧૦ નવેમ્બરના રોજ કુંભાર પરિવારના સભ્યો બનાસકાંઠાના લાખણી તાલુકાના જેસરા ગામે ગયા હતા. પરંતુ કાનજી કુંભાર વતનમાં ગયા ન હતા. બીજીતરફ પરિવારજનો પરત સુરત આવ્યા હતા ત્યારે બંધ ફલેટમાં પરિવારના મોભી એવા કાનજી ફલેટમાં મૃત હાલતમાં આવ્યા હતા. જે અંગે કતારગામ પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






