રાજ્યના ૧૨૨ કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંંભ : ફ્લાઈંગ સ્કવોર્ડની રચના
ખરીદ કેન્દ્ર પર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની હાજરી : સેમ્પલની તપાસ બાદ ખરીદી કરવામાં આવશે : પોલીસ પણ સમગ્ર પ્રક્રિયામાં નજર રાખશે
અમદાવાદ, તા.૧૫
આજથી થી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. મગફળીની ખરીદી કરવા માટે સરકારે ૧૨૨ ખરીદ કેન્દ્ર ઉભા કર્યા છે. આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા અને વીડિયો રેર્કોડિંગ કરવામાં આવશે.
જ્યાં ખરીદ કેન્દ્ર પર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની આગેવાનીમાં સ્ક્વોડની રચના કરવામાં આવશે.
હાલ રાજ્યમાં મગફળીનું અંદાજિત ૧૪.૬૮ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે. જેમાંથી કુલ ૨૬.૯૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે. ૪૮૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદવામા આવશે. આ ઉપરાંત ખેડૂતોને ૧૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે બોનસ અપાશે. એક ખેડૂત પાસેથી ૧૨૫ મણ મગફળી જ ખરીદવામા આવશે.
સરકાર કેટલાક નિયમોને આધિન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. તે આ મુજબ છેઃ (૧) ખરીદી પહેલા ખેડૂતોની મગફળીના ત્રણ-ત્રણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ચેક કર્યા બાદ જ મગફળીની ખરીદી કરવામાં આવશે. (૨) મગફળીમાં જો બે ટકા સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે, તેનાથી વધારે કચરો હશે તો માલ સ્વીકારવામાં નહીં આવે. (૩) ખરીદ કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલોગ્રામ (૧૨૫ મણ) મગફળીની ખરીદી કરવામાં આવશે. (૪) એટલે કે એક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલોગ્રામ મગફળીની જ ટેકાના ભાવે ખરીદી કરી શકાશે, તેનાથી વધારે મગફળી ખેડૂતે બજાર ભાવ કે અન્ય કોઈ રીતે વેચવી પડશે. (૫) આ વર્ષે ભરતીનું માપ ૩૦ કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. એટલે કે એક ગુણીમાં ૩૦ કિલોગ્રામ મગફળીની ભરતી કરવામાં આવશે. (૬) સૌથી અગત્યની વાત કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.
ગત વર્ષની ગોલમાલ પરથી શીખ મેળવીને આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી વખતે ખાસ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત મગફળીની ખરીદી કરવામાં આવતી હોય ત્યાં પાંચ સભ્યોની એક ટીમ પણ હાજર રહશે. આ ઉપરાંત ખરીદ કેન્દ્રો પર પોલીસ પણ નજર રાખશે. પાંચ લોકોની સમિતિમાં ગોડાઉન, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ, ખેતીવાડી વિભાગ, રેવન્યૂ વિભાગ અને નાફેડના અધિકારીનો સમાવેશ થાય છે.
આ વખતે સરકાર મગફળીની ખરીદી રાજકોટ તાલુકો-૧૩૦૦૦ મેટ્રિક ટન,પડધરી- ૧૩૫૦૦ મેટ્રિક ટન, જસદણ- ૮૦૦૦ મેટ્રિક ટન, વીછિયા- ૬૦૦૦ મેટ્રિક ટન, જેતપુર- ૧૦૦૦૦ મેટ્રિક ટન, ધોરાજી- ૯૦૦૦ મેટ્રિક ટન, ઉપલેટા- ૮૦૦૦ મેટ્રિક ટન, ગોંડલ- ૨૦૦૦૦ મેટ્રિક ટન, જામકંડોરણા- ૮૦૦૦ મેટ્રિક ટન, કોટડા- ૮૦૦૦ મેટ્રિક ટન અને લોધીકા- ૬૦૦૦ મેટ્રિક ટન કરશે.કેન્દ્ર સરકારે આખરે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં ૨૦૧૮-૧૯ માટે પ્રતિ ક્વિન્ટલ ૪૮૫૦ ટેકાનો ભાવ જાહેર કરાયો છે. સાથે જ તેના માટે સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ૧૧૦ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



