મુંબઈ,તા.૮
HDFC બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવી ગત ૫ સપ્ટેમ્બરથી તેમના કમલા મિલ્સ આૅફિસથી લાપતા છે. એનએમ જાશી માર્ગ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થની ગૂમ થયા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિદ્ધાર્થ બુધવારે રાત્રે આશરે ૮ઃ૩૦ કલાકે પોતાની ઓફિસથી મલાબાર હીલ્સ નજીક આવેલા તેમના ઘરે જવા નિકળ્યા હતા. પરંતુ તેઓ ઘર ન પહોંચ્યા અને કોઇ સંદિગ્ધ પરિસ્થિતિઓ ગુમ થયા છે. સિદ્ધાર્થની કાર બીજા દિવસે સવારે કોપર ખૈરાન નજીક મળી આવી હતી અને કારની સીટ પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા.
પોલીસનું માનવું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ કેસ અપહરણનો લાગી રહ્યો છે. પરંતુ ચોક્કસ રીતે આ અંગે પુષ્ટિ થઇ શકી નથી. પોલીસ સિદ્ધાર્થના મોબાઇલ લોકેશન અને કોલ રેકોડ્ર્સના આધારે કેસની તપાસમાં લાગી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઇમ બ્રાંચે આ કેસની તપાસ માટે અનેક ટીમની રચના કરી છે. એસ.પી.રવિન્દ્ર શિસવેએ જણાવ્યું કે, ‘અમે આ મામલમાં દરેક સંભવિત એંગલથી તપાસ કરી રહ્યા છીએ.’ તેમણે દાવો કર્યો કે પોલીસ ટૂંક સમયમાં જ તેમને શોધી લેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





