પાટણમાં અજાણ્યા વાહનની ટક્કરે પતિનું મોત,પત્ની-બાળક ઘાયલ

0
106

પાટણ,તા.૮
પાટણમાં સાંતલપુર હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આજાણ્યા વાહનના ટક્કરથી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અન્ય લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતને પગલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.
માહિતી અનુસાર પાટણના સાંતલપુર હાઇવે પર એક બાઇક સવાર પરિવાર આડેસર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમા બાઇક પર સવાર પરિવાર અજાણ્યા વાહની અડફેટે આવ્યો હતો. જેમા પતિ-પત્ની અને બાળક સવાર હતા. પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે બાળક અને માતાનો આબાદ બચાવ થયો છે. માતા અને બાળકને ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
જા કે ઘટના બાદ બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ પરિવાર કિયાનો રહેવાસી હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY