નર્મદા કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી છોડે છે તે જાયછે ક્યાં, સ્થાનિક ખેડૂતોને કેમ પાણી મળતું નથી : પી.ડી.વસાવા
રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના મુખ્ય કેનાલ કમાન્ડ વિસ્તારમાં આવતા 28 ગામના હજારો ખેડૂતો આજે પાણીનો પોકાર કરી રહ્યા છે અને અતિશય ગરમીમાં રેવન્યુ વિસ્તારની 4500 હેક્ટર જમીનોમાં વિવિધ પાકો હોય જે પાણી વગર મૃત પાય બની રહ્યા છે નર્મદા કેનાલમાંથી 20 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ પાણી જાય છે ક્યાં એ બાબાતે આજે ખેડૂતોએ ધારાસભ્ય પી.ડી.વસાવા સાથે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી પાણીની માંગ કરી હતી તેમની સાથે મોજ તડવી, મુકેશ તડવી સહીત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપી પાણી છોડવા તાત્કાલિ માંગ કરી હતી. અને ખેડૂતોએ ી નહીં મળે તો ગાંધીગીરી કરવાની સાથે આગામી લોકસભામાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી.

ગરુડેશ્વર તાલુકો હાલ નાંદોદ માંથી છૂટો પડ્યો પણ આ તાલુકા માં સિંચાઇની સુવિધા યોગ્ય નથી નર્મદા બંધના 0 થી 16 કિમીના અંતર માં આવતા સમશેરપુરા તથા નાતપોર ોઠી પૂવ વિસ્તાર માં આવેલ 4500 હેક્ટર જમીનોમાં ઉગેલા પાકો પાણી વગર મૃતપાય થઈ રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતો તરફ ન જોતા હવે ખેડૂતો જાગૃત બન્યા છે અને પાણી માટે આંદોલન છેડ્યું છે અને આજે સોમવારે નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા સાથે જિલ્લા કલેક્ટર ને સંબોધતું આવેદન પત્ર આપ્યું જોકે આ ખેડૂતોએ તાત્કાલિક પાણી નહીં મળે તો ગાંધીગીરી કરશે અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે તેવી ચીમકી પણ સરકાર ને આપી છે.

બોક્ષ : આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે નર્મદા કેનાલ માંથી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે તે સ્થાનિક ખેડૂતોને નથી મળતું સૌરાષ્ટ્ર ના ખેડૂતોને નથી મળતું તો જાય છે ક્યાં એ મોટો સવાલ છે ,ઉદ્યોગપતિઓ ની સરકાર તેમના વહલાઓ માં વહેંચી દે છે કે પાછું 31 મી ઓક્ટોબરે સાબરમતી માંથી સી પ્લેન ઉડાવી નર્મદા લઈને વડાપ્રધાન આવવાના તે માટે સંગ્રહ કરે છે…? જો એમ હોય તો આ સરકાર ને ધિક્કાર છે, જગતનો તાત આજે પાણીનો પોકાર કરી રહ્યો છે છતાં પાણી મળતું નથી આ સરકાર ખેડૂતો ને પાણી માટે વલખા મરાવે છે. ખેડૂતો વિરોધી આ સરકારને જનતા પણ જાણી ગઈ છે. કોંગ્રેસ ખેડૂતો સાથે છે અને ઉગ્ર આંદોલન કરશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




