પરપ્રાંતિયો પર હુમલા મુદ્દે મોદી-નીતિશનું મૌન શંકા ઉપજાવે છે : પપ્પુ યાદવ

0
179

પટના,તા.૧૫
બિહારમાં જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ અને બિહારના મધેપુરાના સાસંદ પપ્પુ યાદવે ગુજરાતમાં પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલા પાછળ રાજકીય ખેલનો ખુલાસો કર્યો છે. પપ્પુ યાદવે કહ્યું કે, પરપ્રાંતિય પર થઈ રહેલા હુમલા મામલે પીએમ મોદી અને બિહારના સીએમ નીતિશ કુમારનું મૌન શંકા ઉપજાવી રહ્યું છે.
ગુજરાત સરકાર દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીનો મેડિકલ રિપોર્ટ નથી આપતી. આ રિપોર્ટે શા માટે છુપાવવામાં આવ્યો છે. ગુજરાતમાં બિહારીઓ પર થઈ રહેલા હુમલાના કારણે લોકોમાં ભય ફેલાયો છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, યુપી-બિહાર વાળા પાસે પહેલા કામ કરાવવામાં આવે છે. અને બાદમાં તેને માર મારીને ભગાડવામાં આવે છે. પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ મામલે જવાબ આપે. નહીંતો ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે મળીને ભાજપને જવાબ આપશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY