હેમબર્ગ,તા.૩૦
તમે ઇ-બે કે કોઇ પણ વેબસાઇટ પર કોઇ જૂની વસ્તુ વેચવા મુકી જ હશે પરંતુ જર્મનીની એક મહિલાએ તેના પતિને જ વેબ સાઇટ પર વેચવા મુકી દીધો હતો. મહિલાએ તેના પતિની કિંમત ૨૦ ડોલર નક્કી કરી હતી. આ સાથે તેણે લખ્યું કે, તે ભાવતાલ કરવા તૈયાર છે, પણ વેચેલો માલ પરત લેશે નહી.
જર્મનીના હેમબર્ગની ૪૦ વર્ષીય મહિલાના લગ્ન ૭ વર્ષ અગાઉ થયા હતા, બાદમાં તેને લાગ્યું કે, હવે લગ્નમાં કંઇ રહ્યું નથી તેથી તેણે તેના પતિને ઇ-બે પર વેચવાનું નક્કી કર્યું. તેણે જાહેરાતના ટાઇટલમાં લખ્યું કે, પતિ, યુઝ્ડ. બાદમાં તેણે વધુમાં લખ્યું કે, વહાલી મહિલાઓ જા કોઇ જા કોઇને રસ હોય તો તે મારા પતિને ખરીદી શકે છે. ક્રિસમસના થોડા દિવસો અગાઉ મને લાગ્યું કે, મારા અને મારા પતિ વચ્ચે કંઇ રહ્યું નથી અને હું મારા પતિથી છૂટકારો મેળવવા માગું છું.આ સિવાય મહિલાએ લખ્યું કે, હું ભાવતાલ કરીશ, પરંતુ વેચેલો માલ પરત લેવામાં આવશે નહી. અને જા કોઇને રસ હોય તમે મને વધુ જાણકારી માટે ઇમેલ કરી શકો છો.
તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેના પતિને આ અંગે કોઇ જાણકારી નહતી. પરંતુ સ્થાનિક ન્યુઝે આ વાતને સમાચાર પત્રમાં છાપી દીધી હતી. જોકે બાદમાં તેણે જણાવ્યું કે, આ કોઇ ડ્રામા માટે નહતું, આતો માત્ર એક મનોરંજન માટે હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



