ઈલેક્ટ્રિશિયનના દીકરાને અમેરિકાની કંપનીએ ૭૦ લાખના પેકેજની ઓફર કરી

0
17
ન્યુ દિલ્હી,તા.૨૨
દિલ્હીના રહેવાસી મોહમ્મદ આમિરને અમેરિકાની એક કંપનીએ નોકરીની ઓફર કરી છે. કંપનીએ આ નોકરી માટે એક લાખ ડોલર એટલે કે ૭૦ લાખ રૂપિયાનું પેકેજ નક્કી કર્યું છે. આમિરે જામિયા મિલ્લિયા ઇસ્લામિયા કોલેજથી ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરીંગ કર્યું છે અને તેના પિતા એક ઇલેક્ટ્રિશિયન છે.
તેના સાત ભાઈ-બહેન છે અને તે બીજા નંબર પર છે. તેણે જેએમઆઈ શાળા બોર્ડની પરીક્ષામાં પણ સૌથી વધુ ગુણ મેળવ્યા હતા, પરંતુ તેને બીટેક કોર્સ માટે એડમિશન ન મળ્યુ. ત્યારબાદ તેને એનઆઇટી ઝારખંડના આર્કીટેક્ચર કોર્સમાં એડમિશન મળ્યું. પરંતુ પૈસાની અછતને કારણે તેણે કોલેજમાં એડમિશન ના લીધું.
વર્ષ ૨૦૧૫માં તેણે જામિયામાં મેકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. અહેવાલો અનુસાર ઇલેક્ટ્રીશિયન પિતાએ તેને ભણવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમિરનું કહેવું છે કે આ કંપની અમેરિકાની જાણીતી સૌથી મોટી કંપનીની પ્રતિસ્પર્ધી છે. આમીરે કહ્યું કે ‘ઇલેક્ટ્રિક વ્હીક્લ માટે ચાજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં મહત્તવનું પડકાર છે. મેં એક થિયરી બનાવી છે. જા હું સફળ થયો તો ચાજિંગ વાહનોની કિંમતમાં ઘટાડો થશે.’ પરંતુ પહેલાં મારા શિક્ષકોએ મારા પર વિશ્વાસ ન કર્યો, કારણ કે તે કામ માટે નવો વિસ્તાર હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY