કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડની આગાહી,મ.પ્રદેશમાં ભાજપ સરકાર બનશે

0
34

ભાજપને ૧૪૭ અને કોંગ્રેસને ૭૩ બેઠકો મળે તેવી શક્યતા
ભોપાલ,તા.૩૧
કોંગ્રેસ પાર્ટીના જ મુખપત્ર નેશનલ હેરાલ્ડે મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે તેવી આગાહી કરી છે.
કોંગ્રેસના મુખપત્રે એક સર્વેના હવાલાથી આ અહેવાલ પ્રકાશિત કરીને લખ્યુ છે કે જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે ગઠબંધન નહી થાય તો તેનો ફાયદો ભાજપને મળશે. ભાજપને ૧૪૭ અને કોંગ્રેસને ૭૩ બેઠકો મળે તેવી શક્યતા છે. જ્યારે બસપાના ખાતામાં ૧૦ બેઠકો જશે.
જોકે કોંગ્રેસ અને બસપા વચ્ચે ગઠબંધન થયુ તો પણ ભાજપ ૧૨૬ અને ગઠબંધન ૧૦૩ બેઠકો જીતી શકે છે. આમ બંને પ્રકારની સ્થિતિ માં પણ છેલ્લે સરકાર તો ભાજપની જ બની શકે છે.કારણકે મધ્યપ્રદેશમાં બહુમતી માટે ૧૧૫ બેઠકોની જરુર પડશે. નેશનલ હેરાલ્ડે પોતાની વેબસાઈટ પર આ સર્વે પ્રસિધ્ધ કર્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY