મહારાષ્ટ્રના બુલઢાણામાં દેવામાં ડૂબેલા બે ખેડૂતોએ આત્મહત્યા કરી

0
49

બુલઢાણા,તા.૩૧
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં દેવામાં ડૂબેલા બે ખેડૂતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. એક ખેડૂતે જાતે ચિતા બનાવીને ઝેર પીને અગ્નિસ્નાન કરી લીધું હતું, જ્યારે બીજા ખેડૂતે એ ગળે ફાંસો ખાઇ લીધો હતો.
ગજાનન જાયભાયે નામના ખેડૂતે લોન ન ચૂકવી શકતા તેમ જ પાકને નુકસાન થતા આત્મહત્યાનું પગલું ભર્યું હતું. રવિવારની સવારે આ ઘટના પ્રકાશમાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવારની રાત્રે ગજાનન ઘરેથી ખેતર જવા નીકળ્યો હતો. ત્યારબાદ તેણે ચિતા તૈયાર કરીને ઝેર પીધા બાદ અગ્નિસંસ્કાર કરી જીવનનો અંત આણ્યો હતો. મૃતકના પરિવારે આ અંગેની ફરિયાદ કરતા બુલઢાણા પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો હતો. લોનની ભરપાઇ કરવામાં નિષ્ફળ જતા ખેડૂતે આ પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
બીજી બાજુ સિંદખેડરાજા તાલુકાના શિવણી ટાકા ગામના ખેડૂતે ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. રામેશ્ર્વર કિસન તાંબેકર નામના ખેડૂતે લોનની ભરપાઇ ન કરી શકતા તેમ જ પાકને નુકસાન થતા આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY