હાઇવોલ્ટેજ એશિયા કપનો તખ્તો તૈયાર : કરોડો ચાહકો ભારે ઉત્સુક

0
11

દુબઇ,તા. ૧૪
જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જાઇ રહ્યા છે તે પ્રતિષ્ઠિત એશિયા કપ ક્રિકેટની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. એશિયાની તમામ ટોપ ટીમો આમાં ભાગ લઇ રહી છે. જેમાં ભારત ઉપરાંત, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. એશિયા કપમાં ભારત સહિત છ ટીમો ભાગ લઇ રહી છે.ભારત ઉપરાંત એશિયા કપમાં ભાગ લેનાર ટીમોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હોંગકોગનો સમાવેશ થાય છે. એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ હોંગકોંગની સામે રમનાર છે. ૧૯મી સપ્ટેમ્બરના દિવસે હાઇ વોલ્ટેજ મેચ પાકિસ્તાન સામે રમાનાર છે. એશિયા કપની ફાઇનલ મેચ ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રમાશે. વર્ષ ૨૦૧૬માં અંતિમ એશિયા કપ ભારતે જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમ તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને પાકિસ્તાન તેમજ શ્રીલંકાને પ્રબળ દાવેદાર તરીકે ગણવામા ંઆવે છે. એશિયા કપ ક્રિકેટને લઈને ક્રિકેટ ચાહકોમાં જારદાર રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે. એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહી છે. ૨૦૧૬માં ભારતે ફાઈનલમાં બાંગ્લાદેશને હાર આપીને મેચ જીતી લીધી હતી. જાકે ૨૦૧૬ની એડિશનમાં ટી-૨૦ ફોર્મેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયા કપ ૨૦૧૮ આ વખતે ૫૦ ઓવરની ફોર્મેટમાં રમાનાર છે. ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આની શરૂઆત થઇ રહી છે. ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ કંગાળ રહ્યો છે. ભારતીય ટીમ પહેલા વનડે શ્રેણી અને ત્યારબાદ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૪-૧થી હારી ચુકી છે. જેથી એશિયા કપમાં ભારતીય ટીમની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. એશિયા કપમાં ભારતની સાથે સાથે અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો પર મેદાનમાં ઉતરનાર છે. ભારત ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પોતાની ગ્રુપ-એની મેચમાં દુબઈમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ સૌથી હાઈપ્રોફાઈલ બની રહે તેવી શક્યતા છે. આ મેચને લઈને પહેલાથી જ ક્રિકેટ ચાહકો રાહત જાઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો હંમેશા ખૂબ જ રોચક રહી છે.એશિયા કપની શરૂઆત થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ખેલાડી વીવીએસ લક્ષ્મણે આગાહી કરી છે કે પાકિસ્તાની બેટ્‌સમેન શોએબ મલિક એશિયા કપમાં ભારતની સામે થનારી મેચમાં જારદાર દેખાવ કરશે. લક્ષ્મણે કહ્યું છે કે શોએબ મલિક ભારતની સામે પાકિસ્તાન માટે ટ્રમ્પ કાર્ડ તરીકે સાબિત થશે. શોએબ મલિક હંમેશા ભારત સામે જારદાર દેખાવ કરતો રહ્યો છે. અનુભવી પણ છે. સ્પીન બોલરો સામે તે ખુબ શાનદાર બેટિંગ કરી શકે છે. મધ્ય ઓવરોમાં ભારત સ્પીનરો સાથે મેદાનમાં રહેશે. આવી સ્થિતિમાં શોએબ મલિકથી ભારતને સાવધાન રહેવું પડશે. ભારતીય ટીમ વિરાટ કોહલીની ગેરહાજરીમાં મેદાનમાં ઉતરશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ઉતરનાર છે અને ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા ખુબ જ નિર્ણાયક બની શકે છે. ધોનીને પણ વ્યક્તિગતરીતે કેટલાક નવા રેકોર્ડ કરવાની તક રહેલી છે. બીજી બાજુ પાકિસ્તાની ખેલાડીઓને ભારત સામે રમીને સ્ટાર બનવાની તક પણ રહેલી છે.એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી ક્રિકેટ નિષ્ણાંતોમાં ટીમને લઇને ચર્ચા છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલીને એશિયા કપ માટે સામેલ કરવામાં આવ્યો નથી. વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં રાજસ્થાનના ઝડપી બોલર ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખલીલ અહેમદ એકમાત્ર નવો ખેલાડી છે. ખલીલ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે. ખલીલની પ્રતિભાને સપાટી ઉપર લાવવામાં રાહુલ દ્રવિડની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ ઝડપી બોલરે ભારત માટે અંડર-૧૯ ક્રિકેટમાં જારદાર રમત રમી છે. નવા બોલ સાથે ખલીલે ભારતને સારી શરૂઆત અપાવી છે. વર્ષ ૨૦૧૬ અંડર-૧૯ વર્લ્ડકપમાં રમતા પહેલા ત્રણ દેશોના અંડર-૧૯ ટુર્નામેન્ટમાં તે ત્રણ મેચમાં ૧૨ વિકેટ ઝડપી ચુક્યો છે. આ પહેલા ફાઈનલમાં શ્રીલંકાની સામે કોલંબોમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અલબત્ત તે ફોર્મને વર્લ્ડકપ સુધી જાળવી શક્યો ન હતો અને ટીમમાંથી તેની ફરી પડતી થઈ હતી. ખલીલ રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી આવે છે. તે બાળપણથી જ ક્રિકેટનો ચાહત તરીકે રહ્યો છે. રાજસ્થાન અંડર-૧૬ અને અંડર-૧૯માં તે રમી ચુક્યો છે. ઈÂન્ડયા-એ અને અંડર-૧૯ ટીમોમાં રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ તૈયાર થઈ છે. ખલીલ વર્ષ ૨૦૧૬માં દિલ્હી ડેરડેવીલ્સ સાથે જાડાયો ત્યારે રાહુલ દ્રવિડ જ ટીમના મેન્ટર તરીકે હતો. ખલીલે ૨૦૧૬માં દિલ્હી ડેરડેવીલ્સે ૧૦ લાખ રૂપિયામાં ખરીદી લીધા બાદ સતત અનુભવ મેળવતો રહ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ તરફથી પણ તેનો દેખાવ જારદાર રહ્યો હતો.એશિયા કપમાં તેને જા સામેલ કરવામાં આવશે તો જારદાર દેખાવ કરશે તેમ ચાહકો માની રહ્યા છે. તે કુશળ ઝડપી બોલર તરીકે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY