શોપિયાં,તા.૬
જમ્મુ કાશ્મીરના શોપિયાં સેક્ટરમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાના સમાચાર છે. સુરક્ષાદળોએ હજુ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલું છે.
જાણકારી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોને સુચના મળી હતી કે કેટલાક આતંકવાદીઓ શોપિયાં સેક્ટરમાં છુપાયેલા છે. ગુપ્ત સુચનાના આધારે સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ ઘેરાઈ જતા તેમણે સુરક્ષાદળો પણ ફાયરિંગ શરુ કરી દીધી હતી. બંને તરફથી ઘણા સમય સુધી ગોળીબારી થઈ હતી. આ પછી સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
હાલ બીજી તરફથી ફાયરિંગના અવાજ આવી રહ્યા નથી. સુરક્ષાદળોએ હજુ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન યથાવત્ છે. સુરક્ષાદળોની જાણકારી પ્રમાણે હજુ પણ કેટલાક આતંકવાદીઓ વિસ્તારમાં છુપાયેલા હોઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



