તલગાજરડા,તા.૧૬
ચિત્રકુટધામ ખાતે દેશના વિવિધ શહેરોમાંથી આવેલી ગણિકાને સહાયની રકમના ચેક મોરારિબાપુના હસ્તે વિતરિત કરાયા હતા. ડીસેમ્બરમાં અયોધ્યામાં યોજાયેલી કથામાં જે ધનરાશિ એકત્ર થઈ હતી એનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત સમુદાય અને જેમના ઉત્કર્ષ માટે કથા યોજાઈ હતી એ ગણિકાઓને સંબોધન કરતાં મોરારિબાપુએ કહ્યુ કે કુંભની કથા તો ૧૯મીથી શરૂ થશે. પણ મારું કુંભસ્નાન આજે થઈ ગયું.
મોરારિબાપુએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યુ કે કોઈ પણ કન્યા એ સત્ય છે. ભલે આ દીકરીઓનો તિરસ્કાર સમાજે કર્યો પણ એમણે ય કોઈને પ્રેમ કર્યો હશે. એટલે એ પ્રેમ. અને આ બધામાં જે માતા, વૃદ્ધા છે એ કરુણા. એટલે એ સત્ય,પ્રેમ અને કરુણાની ત્રિવેણીમાં મેં આજે સ્નાન કર્યું છે. માનસ ગણિકા કથા એ કોઈ પરમ તત્વની ઈચ્છા અનુસાર વિકલ્પ વગરનો સંકલ્પ હતો.
આજે હું માનવજાતના પ્રતિનિધિ તરીકે કહું છું કે આ મારું કુંભસ્નાન છે. ગણિકાઓને સજળ નેત્રે સંબોધતાં બાપુએ કહ્યુ કે તમને કિયારે ય એમ થાય કે અમારે કિયા જવું? તો તલગાજરડા તમારા બાપનું ઘર છે. તમે આવી જજા. અને તમારી દીકરીના જા વિવાહ નક્કી થાય તો તલગાજરડામાં દર કારતક માસમાં અમે લગ્ન કરાવીએ છીએ એમાં એ દીકરીને પણ પરણાવી દેશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



