રાજ્યના યુવાનોમાં પર્વતારોહણની સાહસિક વૃત્તિમાં વધારો થાય તેવા આશયથી ભારત સરકાની પર્વતારોહણ સંસ્થા ઇન્ડિયન માઉન્ટેનીરરિંગ ફાઉન્ડેશન દ્વારા યોજાનાર પર્વતારોહક તાલીમમાં રાજ્યના યુવાનોને ભાગ લેવા રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરે છે.
આઇ.એમ.એફ. દ્વારા આગામી જુલાઇ-ઓગસ્ટમાં ૨૦ દિવસની પર્વતારોહણ તાલીમ હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીટી જિલ્લામાં આવેલા બારા શિગ્રી ગ્લેશીયર ખાતે થનાર છે. આ અભિયાનમાં બેઝિક અને એડવાન્સ પર્વતારોહણની તાલીમ લીધેલા ૨૦ યુવાનોની પસંદગી કરવામાં આવશે. આ તાલીમમાં પસંદ થયેલા ઉમેદવારોનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ www.indmount.org વેબસાઇટ ઉપર જરૂરી વિગતો મેળવી સમયમર્યાદામાં અરજી કરી તેની એક નકલ સહાયક નિયમાક (સાહસ), કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.૧૧/ ૩જો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન , ગાંધીનગરને મોકલી આપવાની રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





