લેડી પાઇલોટે સતર્કતા દાખવી ફ્લાઇટનું લેન્ડિંગ કરાવ્યુ
પ્રેશરાઇઝેન ફેઇલ્યોર થતાં ફ્લાઇટમાં સવાર 194 મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે સવારે મુંબઇથી દિલ્હી જતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. આ ફ્લાઇટમાં ૧૯૪ મુસાફરો હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લાઇટ સવારે ૫:૫૫ કલાકે મુંબઇથી દિલ્હી જવા માટે રવાના થઇ હતી. સવારે ૬:૪૫ કલાકે એરક્રાફ્ટની લેડી પાયલોટને ફ્લાઇટમાં પ્રેશરાઇઝેશન ફેઇલ્યોર માલૂમ પડયું હતું. જેના કારણે તેમણે ફ્લાઇટને નજીકના અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી. અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, ‘પાયલોટે કંઇક બળતું હોવાની ફરિયાદ કરતા ફ્લાઇટનું લેન્ડિંગ પાકગ એરિયા પાસે જ કરવામાં આવે તેનો અનુરોઘ કર્યો હતો. અમદાવાદના એર ટ્રાફિક કન્ટ્રોલ ટાવરે તુરંત જ આ ફ્લાઇટને લેન્ડિંગ માટે મંજૂરી આપી હતી. સવારે ૭:૧૦ વાગે આ ફ્લાઇટ લેન્ડ થઇ ત્યારે ત્યાં તકેદારીના ભાગરૃપે ફાયર ટેન્ડર્સ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ મોજૂદ હતી. તમામ મુસાફરોને સલામત રીતે ફ્લાઇટમાંથી બહાર લઇ જવાયા હતા અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ચાલુ ફ્લાઇટમાં લો પ્રેશર થઇ જતાં મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. એર લિકેજ થતા ફ્લાઇટમાં તમામ ઓક્સિજન માસ્ક ખુલી ગયા હતા. આમ, મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે, પાયલોટે ખૂબ જ સતર્કતા દાખવી હતી. આ ફ્લાઇટના મુસાફરોને બપોરે ૧૨ વાગે સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વરા દિલ્હી લઇ જવામાં આવ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


