૨૨ વર્ષીય મેકેનિકલ એન્જિનિયર ભણેલ યુવક દીક્ષા લેશે

0
8

હિંમતનગર,તા.૮
૧૩ માર્ચ ૨૦૧૯ ના રોજ ૨૨ વર્ષના નવયુવાન હેમકુમાર હિતેશભાઇ ગાંધીની જૈનદીક્ષાનો મહોત્સવ હિંમતનગરની એલર્ટનગર સોસાયટીમાં યોજાનાર છે.
દીક્ષાર્થી હેમકુમાર મીકેનીકલ એન્જીનિયર અભ્યાસ દરમિયાન ૨૦૧૭ના ચાતુર્માસમાં યુવાહ્રદય સમ્રાટ પૂ.આ.હેમરત્નસૂરીશ્વરી મહારાજના શિષ્યસ્ત પ્રવચનકાર પૂ.મૂનિરાજ હ્રદયરત્ન વિજયજીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ધાર્મિક અભ્યાસ કરતાં કરતાં ધર્મનો મહિમા સમજાયો, ધર્મક્રિયામાં જાડાઇ તેમાં રૂચિ વધતાં અભ્યાસનો ત્યાગ કરી ચાતુર્માસ પછી મૂની સાથે વધુ ધાર્મિક અભ્યાસાર્થે પાદવિહારમાં જોડાયો. સંસારના જીવનની તુલનામાં સંયમના જીવનનું આકર્ષણ વધતાં માતા-પિતા સમક્ષ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતા પિતાએપણ દીકરાની પરીક્ષા કરી સંયમ પંથે જવાની સંમતિ આપી હતી.
હેમકુમારે આ ચાતુર્માસ ડીસામાં પૂજ્ય મૂનિરાજ સાથે કરી અભ્યાસની સાથે માસ ક્ષમણ (સતત ૩૦ ઉપવાસ) નામનો આકરો તપ પણ કરી પોતાના વૈરાગ્યને દ્દઢ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY