શ્રીનગર,તા.૮
જમ્મુ-કાશ્મીરના સૌથી મોટાં ધાર્મિક આયોજનોમાંની એક અમરનાથ યાત્રા આ વર્ષે ૧ જુલાઈથી શરૂ થશે અને ૪૬ દિવસ એટલે કે ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે. એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ તરફથી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રાજભવનમાં યોજાયેલી આ બેઠકની અધ્યક્ષતા રાજ્યપાલ સત્યપાલ મલિકે કરી હતી અને તેમાં શ્રાઈન બોર્ડના મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
હાલ પંજાબ નેશનલ બેન્ક મેનેજમેન્ટને યાત્રાનાં ફોર્મ મળી શકિયા નથી આ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવામાં હજુ પણ એક સપ્તાહનો સમય લાગી શકે છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે અમરનાથ યાત્રાનાં રજિસ્ટ્રેશનમાં આ વર્ષે વિલંબ થયો છે.
અમરનાથ શ્રાઈન બોર્ડે આ વર્ષે યાત્રા ૪૫ દિવસની રાખવાનું નક્કી કર્યું છે, જ્યારે ગત વર્ષે આ યાત્રા ૬૦ દિવસ સુધી ચાલી હતી. શ્રદ્ધાળુઓ રજિસ્ટ્રેશનની હાલની વ્યવસ્થા ઉપરાંત ઓનલાઈન પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. અમરનાથ યાત્રા ૧૩થી ૭૦ વર્ષની કોઈ પણ વ્યકિત કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




