નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા રાજપીપળા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટની કાર્યપધ્ધતિના વિરોધમાં પ્રતીક હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ
રાજપીપળા :નર્મદા જિલ્લા બાર એસોસીએશન દ્વારા રાજપીપળા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વી.એમ.જોશી ગેરવર્તણૂક કરતા હોવાનો આક્ષેપ સાથે શુક્રવારે એક દિવસના પ્રતીક ઉપવાસના હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું.અને જો તેમ છતાં એમનું વર્તન સુધરશે નહિ તો તેમની કોર્ટનો બહિષ્કાર કરવાની ચીમકી પણ વકીલોએ ઉચ્ચારી હતી.
આ આંદોલનમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ એડ.કુ.વંદનાબેન ભટ્ટ,એડ.ભદ્રેશ ચોકસી,એડ.રૂપલ ઠક્કર, એડ.બળવંત વસાવા, એડ.આદિલ. પઠાણ, એડ.ડી.કે.પંચોલી, એડ.અશ્વિનાબેન શુક્લ,એડ.એસ.કે.જોશી, એડ.આર.ડી. પુરોહિત,એડ.જે.કે.પંડ્યા સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે નર્મદા જિલ્લા બાર એસોસીએસન પ્રમુખ વંદના ભટ્ટ એ જણાવ્યું હતું કે 20 ડિસેમ્બરે પણ આજ બાબતે મેજીસ્ટ્રેટ વી.એમ.જોશીની કોર્ટનો બહિષ્કાર વકીલો દ્રારા કરવામાં આવ્યો હતો.અને જજની વિરુદ્ધમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્રારા લેખિત રજુઆત પણ કરી હતી.હજુ પણ ભવિષ્યમાં તેમનું વર્તન નહીં સુધરે તો તેમની કોર્ટનો બહિષ્કાર કરાશે.આ મેજીસ્ટ્રેટ સિનિયર અને જુનિયર વકીલો સાથે ગેરવર્તણૂક કરે છે અને કાયદામાં નિર્ધારીત થયેલ ન હોય તેવા હુકમો કરે છે.જેથી વકીલોએ વિરોધ કરવાની ફરજ પડેલ છે.વર્તણુક બાબતે તો વકીલો ચલાવી લે છે પણ,અમારું નાક દબાવતા અમારે મોઢું ખોલવાનો વારો આવ્યો છે.સિવિલ દાવાની સુનાવણીની સત્તા કોર્ટને હોવા છતાં પણ જિલ્લા કલેક્ટરને ચલાવવા મોકલાવી રહ્યા છે.ગરીબ જનતાને ન્યાય મળે તે માટે અમે આંદોલન કર્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




