હિંમતનગર,તા.૭
રાજ્યમાં અવાર નવાર બે કોમો વચ્ચે અથડામણના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે હિંમતનગરના કાણીયોલમાં નજીવી બાબતે બે કોમના જૂથો વચ્ચે બોલાચાલી બાદ હિંસક અથડામણ થઇ હતી. જેમાં સામસામે પથ્થરમારો થતો ૫ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થિતિ થાળે પાડવા ટીયરગેસના ૩ સેલ છોડી કાબૂ મેળવ્યો હતો. હાલ બન્ને ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, લોકોની ધીરજ હવે ખુટવા માડી છે, લોકો હવે સહનશીલ રહ્યા નથી, તે આ ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે. માત્ર ગાડી પાછી લેવાની બાબતે હિંમતનગર તાલુકાનું કાણીયોલ ગામમાં બે જૂથો વચ્ચે બોલાચાલી થતા મામલો બીચકિયો હતો.
આ ઘટનામાં હિંમતનગરનું ખણુંસા અને કાણીયોસ ગામ સામ સામે આવી ગયું હતું. બે ગામોના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ શરૂ થયું હતું. આ ઘટનામાં સામસામે પથ્થરમારો થતા ૫ લોકો ઘાયલ થયા હતા. ૫ લોકોને માથામાં પથ્થર વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણથતાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો. ત્યાંની સ્થિતિને પહોંચી વળવા પોલીસે ટીયર ગેસના ત્રણ રાઉન્ડ છોડ્યા હતા. બાદમાં પોલીસે પરિસ્થિતિને જાતા જીલ્લા એસઓજી પોલીસ અને એલસીબી પોલીસ તથા આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે હાલ બન્ને પક્ષો તરફથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



