સાનિયા અને નાદિયાની જોડીએ હોબાર્ટ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી

0
57

હોબાર્ટ,તા.૧૮
ટેનિસ કોર્ટ પર ૨ વર્ષ બાદ પરત ફરેલી સાનિયા મિર્ઝાએ શનિવારે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સમાં જીત મેળવી છે. સાનિયાએ યુક્રેનની નાદિયા કિચેનોકની સાથે ચીનની જૈંગ અને પૈંગ શુઆઈને ૬-૪, ૬-૪થી હરાવી. આ મેચ એક કલાક અને ૨૧ મિનિટ સુધી ચાલી હતી. સાનિયાએ તેના કરિયરની ૪૨મી ડબ્લ્યુટીએ ડબલ્સ જીતી છે. તેણે પ્રથમ વખત ૨૦૦૭માં અમેરિકાની પાર્ટનરની બૈથની માટેક-સેન્ડસની સાથે બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી
સોનિયા-નાદિયાની જોડીન પ્રાઈસ મની તરીકે ૯.૫ લાખ રૂપિયા મળ્યા છે. આ જીતની સાથે જ તેને ૨૮૦ રેક્નિંગ પોઈન્ટનો પણ ફાયદો થયો.
છ વખત ગ્રેન્ડ સ્લેમ જીતનાર સાનિયાએ ઓક્ટોબર ૨૦૧૮માં પુત્રને જન્મ આપ્યો હતો. સાનિયાએ આ ટુર્નામેન્ટની સેમફાઈનલમાં સ્લોવેનિયાની તમારા જિદાનસેક અને ચેક ગણરાજ્યની મૈરી બૂજકોવાની જોડીને સીધે સેન્ટોમાં ૭-૬(૩), ૬-૨થી હરાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY