ગુજરાત બોર્ડનું નવુ શૈક્ષણિક કેલેન્ડ જાહેર,જાહેર રજા ૧૭થી વધી ૧૯ કરાઈ

0
9

સ્થાનિક રજાઓ સાતથી ઘટાડી ૫ કરવામાં આવી
ગાંધીનગર,તા.૧૮
નવરાત્રિનું ૬ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવતાં અગાઉનું શૈક્ષણિક કેલેન્ડર રદ કરીને શાળાઓ માટે નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ ૨૪૭ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું, તે હવે ૨૪૪ દિવસનું થશે, જાહેર રજા ૧૭થી વધીને ૧૯ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક રજાઓ ૭થી ઘટાડીને ૫ કરવામાં આવી છે.
બોર્ડે જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યના ૩ દિવસો ઘટ્યા છે. નવા કેલેન્ડર પ્રમાણે પરીક્ષાની તારીખ અને કુલ રજાઓમાં કોઈ ફેરફાર થયો નથી. નવરાત્રિ વેકેશન વખતે પરીક્ષા આવી રહી હોવાથી વેકેશન રદ કરવા માટે માંગણી ઉઠી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વિસ્તારમાં ૪૦૦ શાળાઓએ નવરાત્રિ વેકેશનનો વિરોધ કર્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વચ્ચે દિવાળી વેકેશન અંગે વિવાદ ઊભો થયો હતો.
અગાઉ પ્રથમ સત્રમાં ૧૧૬ દિવસ અને બીજા સત્રમાં ૧૩૧ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. તેના બદલે હવે પ્રથમ સત્રમાં ૧૦૯ દિવસ અને બીજા સત્રમાં ૧૩૫ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. તેથી ૨૪૭ના બદલે હવે ૨૪૪ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે.
૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. જેમાં બે રવિવાર આવતાં હોવાથી ૬ દિવસનું વેકેશન રહેશે. અને દિવાળી વેકેશન ૫ નવેમ્બરથી ૧૭ નવેમ્બર સુધી ૧૩ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
ઉનાળુ વેકેશન ૬ મેથી ૯ જુન સુધી ૩૫ દિવસનું રાખવામાં આવ્યું છે. આમ ત્રણ વેકેશન મળીને ૫૬ દિવસ શિક્ષકો અને ૭૦ લાખ બાળકોને છુટ્ટી મળશે.
વળી, ૨૪ રજા મળશે. જેમાં ૧૯ જાહેર રજા અને ૫ સ્થાનિક રજા પણ મળશે. આમ વર્ષના ૩૬૫ દિવસમાંથી કુલ ૮૦ રજા શિક્ષકને મળશે. ૪૦ રવિવાર ગણતા કુલ ૧૩૦ રજા અને ૪૦ શનિવાર અડધા દિવસ તથા સરકારી ૧૫ વ્યક્તિગત રજા ગણીને ૧૬૦ રજાઓ મળશે. સ્થાનિક રજા ૭ હતી તે ઘટાડીને ૫ કરવામાં આવી છે. અગાઉના કેલેન્ડરમાં ૧૭ જાહેર રજા મળશે.
૧૯ ઓક્ટોબરથી શાળાઓમાં પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. ૨૮ જાન્યુઆરીથી દ્વિતીય કસોટી શરૂ થશે. ધો. ૧૦ અને ૧૨ની સ્થાનિક પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે. બોર્ડની પરીક્ષાઓ ૭ માર્ચથી શરૂ થશે. શાળાઓની વાર્ષિક પરીક્ષા ૮ એપ્રિલથી શરૂ કરાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY