મેક્સિકોથી અમેરિકા બાર્ડરમાં ગેરકાયદે પ્રવેશ કરતા ૭૮ ઈમિગ્રન્ટ્‌સની ધરપકડ

0
159

પાંચ દિવસમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સ ઝડપાયા
મેક્સિકો,તા.૧૪
મેક્સિકોથી અમેરિકા બોર્ડરમાં પ્રવેશ કરી રહેલા ૭૮ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી કેટલાંક ભારતીય નાગરિકો પણ છે. જો કે, તેઓની સંખ્યા જણાવવામાં નથી આવી. અમેરિકાના બોર્ડર પેટ્રોલ એજન્ટ અનુસાર, ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન ગેરકાયદેસર રીતે સીમાપાર પહોંચવા માટે આ પ્રકારે ટ્રેક્ટર ટ્રેલરનો ઉપયોગ કરે છે. આ રીત જીવલેણ હોઇ શકે છે.
બોર્ડર પેટ્રોલ એજન્ટ્‌સે અહીં છેલ્લાં ૫ દિવસોમાં ૧૦૦થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરી છે. હ્યુસ્ટનમાં પણ અંદાજિત ૪૫ લોકોની ધરપકડ થઇ હતી.
ગત મહિને પણ આવી જ એક કાર્યવાહીમાં ૧૦૦થી વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY