ભારતીય ચલણી નોટો ચીનમાં છપાતી હોવાના દાવાને કેન્દ્ર સરકારે ફગાવ્યો

0
148

ભારતીય ચલણી નોટો ફક્ત ભારત સરકારના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતીય ચલણી નોટો ચીનમાં છપાતી હોવાના દાવાને કેન્દ્ર સરકારે નકારી છે. સરકારે જણાવ્યું કે, ભારતીય ચલણી નોટો ફક્ત ભારત સરકારના પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, હોંગકોંગનું અખબાર ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’માં આ દાવો કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટ બહાર આવ્યા બાદ રાજકીય વાતાવરણ પણ ગરમાયુ છે.
કોંગ્રેસ નેતા શશી થરૂરે આ મુદ્દાને સંવેદનશીલ ગણાવતા કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટીકરણ માગ્યુ છે. જ્યારે નાણા મંત્રાલયના આર્થિક મામલા વિભાગના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું કે, આ રિપોર્ટ સંપૂર્ણ રીતે નિરાધાર છે.
કોઈ પણ ચીનની પ્રિન્ટિંગ પ્રેસને ભારતીય કરન્સી છાપવાનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર આપવામાં આવ્યો નથી. ભારતીય કરન્સી નોટો ફક્ત ભારત સરકાર અને રિઝર્વ બેંકના પ્રિન્ટિંગ પ્રેસમાં છાપવમાં આવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY