ઈસ્લામાબાદ,તા.૨૬
ભારત વિરૂદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવાના પાકિસ્તાનના જન્મજાત લક્ષણને જાળવી રાખતા તે ફરી એકવાર દુનિયા સામે ખુલ્લુ પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અને ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનની રહેમ નજરનો દાખલો સામે આવ્યો છે. હાફિઝના સંગઠન જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત પર લાગેલા પ્રતિબંધોને પાકિસ્તાને હટાવતા આતંકવાદને સત્તાવાર રીતે પ્રોત્સાહન જાહેર કર્યું છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ અધિનિયમ બહાર પાડીને હાફિઝ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં તેના બન્ને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવામાં આવ્યા હતા, પરતું પાકિસ્તાનની નવી સરકારે અધિનિયમના અમલીકરણને નાબૂદ કરતા સંગઠનો પરથી પ્રતિબંધો હટાવ્યા છે. નોંધનીય બાબત છે કે આતંકવાદ પર રહેમ નજર રાખનાર પાકિસ્તાને વિશ્વસ્તરે પોતાની શાખ તો ગુમાવી જ છે, પરંતુ અમેરિકા પાસેથી મળતી મદદથી પણ હાથ ગુમાવ્યો છે. આ સાથે ઇમરાન સરકારે તેની પાસેથી આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી લેવાની આશાઓનો પણ ખાત્મો કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસેને આતંકવાદ વિરોધી અધિનિયમ ૧૯૯૭માં ફેરફાર કરીને એવા આતંકીઓ અને આતંકી સંગઠનો પર પ્રતિબંધો લાદ્યા હતા જે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના લિસ્ટમાં હતા. હાફિઝે એ સમયે પાકિસ્તાન હાઇકાર્ટમાં અધિનિયમને પડકાર્યો હતો. જેને હવે ઇમરાન સરકારે હટાવ્યો છે. ગુરૂવારે હાફિઝના વકીલે ઇસ્લામાબાદની હાઇકોર્ટને આ બાબતે જાણ કરી હતી કે અધિનયમ અમાનનીય છે કારણ કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સરકારે તેને રદ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








