અસામાજિક તત્વોનો આતંકઃ કોંગી કોર્પોરેટરની મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો

0
33

સુરત,તા.૨૭
સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરની દૂકાન પર હુમલો થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિનેશ કાછડિયાના મેડિકલ સ્ટોર પર હુમલો કરાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી સર્કલ પાસે કોર્પોરેટર દિનેશ કાછડિયાની રાધે કેમિસ્ટ મેડિકલ સ્ટોરમાં રાત્રે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં દુકાનના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ ઘટનામાં અસામાજિક તત્વોએ લૂંટનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સીસીટીવી પ્રમાણે હુમલો કરનાર યુવકો દારૂના નશામાં હોવાનું નજરે પડી રહ્યું છે. લથડીયા ખાતા મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો.
આ ઘટના વિશે કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, હું એક જન પ્રતિનિધિ છું, મારી કોઈ સાથે દુશ્મની નથી. પરંતુ આ જે કોઈ મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી ગયા એ લૂંટના ઇરાદે આવ્યા હોય એમ કહી શકું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY