
વિજય,રાહુલ,ધવન સતત નિષ્ફળતા નિવડતા ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી
નોટિંઘમ,તા.૧૬
એજબેસ્ટન અને લોડ્ર્સમાં હારેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે પહેલાથી અંદાજો લગાવાયો હતો કે ‘ઇંગ્લિશ ટેસ્ટ’ ટીમ માટે પડકાર રહેશે પરંતુ વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમનું પ્રદર્શન આટલુ ખરાબ રહેશે એવી આશા ન હોતી. બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને લીધે સતત બે ટેસ્ટમાં હારતા ભારતીય ટીમ સિરીઝ ગુમાવવાની કગાર પર છે.
પ્રથમ ટેસ્ટમાં ઓપનર શિખર ધવન અસફળ રહેતા બીજી ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાની વાપસી સાથે શિખરની જગ્યાએ કે.એલ. રાહુલને પ્રમોટ કરાયો હતો. લોડ્ર્સની ટેસ્ટમાં મુરલી વિજય સાથે તેને ઓપનિંગની તક અપાઇ પરંતુ તે પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. સીરિઝમાં શિખર, મુરલી અને રાહુલના રન બનાવવામાં નિષ્ફળ રહેતા સમગ્ર ટીમ તણાવમાં આવી ગઇ હતી. અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પણ નિષ્ફળ જતા ટીમની સમસ્યાઓ વધી હતી. ભારતીય ટીમ માટે તેના બોલરોનો સારો દેખાવ રહ્યો છે.
બમિઘમની પ્રથમ ટેસ્ટમાં શિખર-વિજયની જોડીએ ૫૦ રનની ભાગીદારી નોંધાવતા ટીમની આશાઓ બંધાઇ હતી જ્યારે બીજા દાવમાં લક્ષ્યનો પીછો કરતા શિખર ૧૨ અને વિજય ૬ રન બનાવી પેવેલિયન ભેગા થયા હતા. લોડ્ર્સમાં પણ વિજય પોતાનું ખાતુ ખોલાવી શક્યો ન હતો તે જીમી એંડરસનના સ્વિંગ સામે ટકી શક્યો નહીં. રાહુલ પણ બન્ને દાવમા અનુક્રમે ૮ અને ૧૦ રન કરીને સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો. જો કે ચેતેશ્વર પુજારા બન્ને દાવમાં પીચ પર સમય વિતાવ્યો હતો પરંતુ ૧ અને ૧૭ રન સાથે ખાસ યોગદાન આપી શક્યો નહતો.
ભારતીય ટીમના પાંચ બેટ્સમેન- વિજય, શિખર, રાહુલ, પુજારા અને રહાણેએ ભારતીય ઉપમહાદ્વિપમાં યોજાયેલી ટેસ્ટ મેચોમાં ઘણું સારૂ પ્રદર્શન આપ્યું હતું પરંતુ ઇંગ્લેન્ડમાં તેઓ આઉટ ઓફ ફોર્મમાં રહેવાથી નોટિંઘમમાં ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ કરવા સામે સવાલો ટીમ મેનેજમેન્ટ માથે ઉભા છે.
દક્ષિણ આફ્રિકા સામે ત્રણ અને ઇંગ્લેન્ડ સામેની બે ટેસ્ટ મેચોના પ્રદર્શનની વાત કરીએ તો આ પાંચેય મેચોમાં શિખરની સરેરાશ ૩૫, વિજયની ૨૧.૧૮, પુજારાની ૧૭, રહાણેની ૧૬.૪૨ અને રાહુલની ૧૩.૨૨ રહી છે. આ ટોપના બેટ્સમેનો સિવાય ભારત પાસે કોઇ વિકલ્પ રહેતો નથી કારણ કે તેની પાસે કોઇ બેકઅપ પ્લાન નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



