રોસ ટેલરે તોડ્યો એમએસ ધોનીના છગ્ગાનો રેકોર્ડ

0
319

વેલિંગ્ટન,તા.૧૬
ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્‌સમેન રોસ ટેલર હાલમાં વેસ્ટ ઈન્ડીઝમાં કેરેબિયન પ્રિમીયર લીગમાં રમી રહ્યો છે. તેણે બુધવારે રાત્રે જમૈકા તાલાવાહ તરફથી રમતા સેંટ કિટ્‌સ એન્ડ નેવિસ પેટ્રિયોટ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી અને જોત-જોતામાં ૩૫ બોલમાં ૫૧ રન ફટકાર્યા. આ દરમ્યાન તેણે ૨ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. આ સિવાય કેન્નર લુઈસે ૨૪ બોલમાં ૪૯ રન ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી બનાવ્યા. જ્યારે ગ્લેન ફિલિપ્સે ૩૮ બોલમાં ૪૧ રન બનાવ્યા. તેણે આ દરમ્યાન ૧ ચોગ્ગો અને ૩ છગ્ગા ફટકાર્યા. આ રીતે જમૈકા તાલાવાહે નક્કી ૨૦ ઓવરમાં ૧૭૮-૪નો સ્કોર બનાવ્યો.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલા સેંટ ટિટ્‌સ ટીમ તરફથી ક્રિસ ગેઈલ જ થોડો સમય મેદાનમાં ટકી રહ્યો અને તેણે ૨૪ રન બનાવ્યા. આ સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. આ રીતે ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ પર ૧૩૧નો સ્કોર બનાવી શકી. અને ૪૭ રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ગેઈલની ટીમ પાંચમા સ્થાન પર જતી રહી છે. તેમણે ૩ મેચમાં ૧ જીત અને ૨માં હાર સહન કરવી પડી છે. જ્યારે જમૈકા તાલાવાહ ૩ મેચમાં ૩ જીત સાથે પહેલા નંબર પર છે.
આ મેચમાં ચાર છગ્ગા ફટકારવાની સાથે રોસ ટેલરે ટી-૨૦ ક્રિકેટમાં છગ્ગો ફટકારવાના મામલામાં એમએસ ધોની (૨૬૭ છગ્ગા)ને પાછળ પાડી દીધો છે. ટેલરના નામે હવે ૨૪૮ ટી-૨૦ મેચમાં ૨૭૧ છગ્ગા થઈ ગયા છે. આ રીતે દુનિયામાં છગ્ગા લગાવવાના મામલામાં ટેલર ૧૨મા નંબર પર પહોંચી ગયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY