સલમાન ખાને શેર કર્યું પોતાની ફિલ્મ ‘ભારત’નું પહેલું ટીઝર

0
168


મુંબઈ,તા.૧૬
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’નું ફર્સ્ટ ટીઝર લોન્ચ થઇ ગયું છે. સલમાન ખાને પોતાની આ મલ્ટી સ્ટારર ફિલ્મનાં ટીઝરને લોન્ચ કરવા માટે સ્વતંત્રતા દિવસની પસંદગી કરી. ૧ મિનિટથી પણ ઓછા સમયનાં આ ટીઝરમાં સલમાન ખાનની અવાજ સંભળાય છે અને તે એક ભાવુક કરી દે તેવો ડાયલોગ બોલતો સંભળાય છે. સલમાને આ ટીઝરને શેર કરતા તેનો ડાયલોગ પણ ટ્‌વીટ કર્યો છે.
‘રેસ-૩’ પછી સલમાન ખાનની આ ફિલ્મ પણ મલ્ટી સ્ટારર હશે. સલમાન સિવાય આ ફિલ્મમાં તબ્બૂ, દિશા પટની, સુનીલ ગ્રોવર, શશાંક સની અરોડા જેવા સ્ટાર પણ જોવા મળશે. પ્રિયંકા ચોપરા ફિલ્મમાંથી ખસી જતા તેની જગ્યાએ ફિલ્મમાં કેટરીના કૈફ જોવા મળશે. પ્રિયંકાએ ‘ભારત’ ફિલ્મ છોડી તે પર સલમાને કહ્યું હતુ કે, ‘તે અહીં કામ નથી કરી રહી તો શું થયું, તે ત્યાં ભારતનું નામ રોશન કરી રહી છે. સલમાન ખાન સાથે કામ નથી કરી રહી તો તે ત્યાંનાં મોટા હીરો સાથે કામ કરીને હિન્દુસ્તાનનું નામ રોશન કરી રહી છે.’
‘ભારત’ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા તે સલમાન અને કેટરીના સાથે ‘ટાઇગર ઝિંદા હૈ’માં કામ કરી ચુક્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY