કાનપુર,તા.૫
ઉત્તરપ્રદેશના કાનપુરમાં તૈનાત આઈપીએસ ઓફિસર સુરેન્દ્ર કુમાર દાસે ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.
હાલમાં તેઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે.હોસ્પિટલનુ કહેવુ છેકે સુરેન્દ્ર દાસને વેન્ટિલેટર પર રખાયા છે અને આગામી કેટલાક કલાકો બહુ મહ્ત્વના છે.
સુરેન્દ્ર કુમાર ૨૦૧૪ની બેચના આઈપીએસ ઓફિસર છે અને ગયા મહિને જ તેમની બદલી કાનપુરના એસપી તરીકે થઈ હતી.તેઓ મૂળે બલિયાના રહેવાસી છે અને તેમના પત્ની કાનપુર મેડિકલ કોલેજમાં ડોક્ટર છે.
આ મામલે પોલીસનુ કહેવુ છે કે સુરેન્દ્ર કુમાર પારિવારિક ઝઘડાથી હેરાન હતા અને તેના તનાવમાં જ તેમણે ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશીશ કરી હોવાની આશંકા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





