વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર આજે સત્તામાં ચાર વર્ષ પૂર્ણ કરી ચુકી છે. સરકારના ચાર વર્ષના કામ પર ધ્યાન આપવામાં આવે તો પ્રદર્શનના એક ભાગમાં ચોક્કસપણે ઉજાસ દેખાય છે પરંતુ બીજા ભાગમાં હજુ અંધકાર દેખાય છે. ટુંકમાં કેટલાક મોરચે વધારે સારી રીતે કામ કરવાની જરૂર દેખાઇ રહી છે. અલબત્ત હાલમાં કરવામાં આવેલા નવા સર્વેમાં મોદીને વડાપ્રધાન તરીકે જાવા લોકો ઇચ્છુક છે પરંતુ કેટલાક સંવેદનશીલ મુદ્દા પર સરકાર ફ્લોપ રહી છે તેમાં કોઇ બેમત નથી. એકબાજુ સરકાર રોજગારીની પુરતી તક અપેક્ષા મુજબ સર્જી શકી નથી. બીજી બાજુ મોંઘવારી પર બ્રેક મુકવામાં અપેક્ષા મુજબ મોદી સરકારને સફળતા હાથ લાગી નથી. સરકારની કામગીરીને અધુરા શક્લ પક્ષ તરીકે ગણવામાં આવી શકે છે. મોદી સરકારના શુક્લ પક્ષની ક્રેડિટ મુખ્ય રીતે છ યોજનાને મળી શકે છે. જેમાં જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, ગ્રામ જ્યોત યોજના, ગ્રામ સડક યોજના અને કોશલ્ય વિકાસ યોજનાનો સમાવેશ થાય છે. આ તમામ મહત્વકાંક્ષી યોજનાઓના જમીની પ્રદર્શનને લઇને કેટલીક નકારાત્મક બાબતો પણ રહી છે. મોદી સરકારના સમર્થકો આ તમામને સફળ યોજના ગણાવે છે. જ્યારે વિરોધીઓ સ્વાભાવિક રીતે તેનીટિકા કરશે. સમર્થકો કહે છે કે તમામ સારી યોજનાના કારણે મોદી વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ તેમની દેશમાં વધતી લોકપ્રિયતા હેઠળ પાર્ટી એક પછી એક રાજ્યમાં સત્તા કબજે કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીની એક પછી એક રાજ્યમાં હાર થઇ રહી છે. મોટા ભાગના રાજ્યોમાં હવે ભાજપ સરકાર અથવા તો તેમના સાથી પક્ષોની સરકાર આવી ચુકી છે. જન ધન યોજનાના કારણે ચોક્કસપણે મોટા પાયે લોકો નાણાંકીય રીતે ભાગીદારીમાં સામેલ થયા છે. પરંતુ નિરાશાજનક બાબત એ પણછે જે જન ધન યોજના હેઠળ નિષ્ક્રિય ખાતાની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. આવી જ રીતે ઉજ્જવલા ગેસ કનેક્શનની સંખ્યા તો ચોક્કસપણે વધારી દેવામાં આવી છે પરંતુ ગેસ ઉપભોગના આંકડામાં સંખ્યા મુજબ વધારો થયો નથી. આવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન મહત્વકાંક્ષી પહેલ તરીકે છે. ગ્રામીણ સડક યોજનામાં પણ પ્રગતિ તો દેખાય છે પરંતુ આ પ્રગતિને પ્રભાવશાળી ગણવા માટે વધારે લોકો તૈયાર નથી. જ્યાં સુધી કોશલ્ય વિકાસ યોજનાનો પ્રશ્ન છે તેની નિષ્ફળતા દેખાઇ આવે છે. અન્ય યોજના પર સરકાર નિષ્ફળ રહી છે પરંતુ પહેલા કરતા કામ થઇ રહ્યુ છે તે બાબત યોગ્ય છે. મોદી સરકાર અસરકારક રીતે કામ કરી રહી છે તે દર્શાવવા માટે સરકારની યોજનાને હવે રજૂ કરવામાં આવી રહી છે. સરકારના જુદા જુદા કાર્યક્રમ પણ આજથી શરૂ થઇ ગયા છે. ચાર વર્ષ દરમિયાન અનેક ઉતારચઢાવ છતાં નરેન્દ્ર મોદી પર લોકોનો વિશ્વાસ હજુ જારદાર રીતે અકબંધ છે. ટાઇમ્સ મેગા ઓનલાઇન પોલના તારણ પરથી આ બાબત સાબિત થઇ જાય છે. જેમાં મોદીની વિશ્વસનીયતા પર મંજુરીની મહોર લોકોએ મારી દીધી છે. નરેન્દ્ર મોદી હજુ પણ દેશમાં સૌથી લોકપ્રિય નેતા તરીકે અકબંધ રહ્યા છે. પોલમાં સામેલ કરવામાં આવેલા ૮૪૪૬૪૬ લોકોમાંથી બે તૃતિયાંશ લોકો અથવા તો ૭૧.૯ ટકા લોકોએ અભિપ્રયા આપ્યો છે કે તેઓ ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન માટે મત આપશે. ૭૩.૩ ટકા લોકોનુ કહેવુ છે કે આજે ચૂંટણી થાય તો કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનશે. વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી પોલમાં સૌથી આગળ રહ્યા છે. જયારે ૧૬ ટકા લોકોનુ કહેવુ છે કે તેઓ મોદી અથવા તો રાહુલ ગાંધી ઉપરાંત કોઇ અન્યને વડાપ્રધાન તરીકે મત આપશે. ૧૧.૯૩ ટકા લોકો રાહુલ ગાંધીને મત આપવા માટે ઇચ્છુક છે. આ પોલ ટાઇમ્સ ગ્રુપની નવ ભાષામાં નવ સાઇટને આવરી લઇને કરવામાં આવ્યા બાદ તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ૨૩ અને ૨૫મી મેના દિવસે પોલ કરવામાં આવ્યા બાદ તેના તારણો મોદી સરકાર માટે સંતોષજનક રહ્યા છે. મોદી સરકારના હજુ સુધીના કામ અંગે પુછવામાં આવતા આશરે બે તૃતિયાશ લોકોએ કહ્યુ છે કે સરકાર ખુ સારુ અથવા તો સારુ કામ કરી રહી છે. ૪૭.૪ ટકા લોકોનુ કહેવુ છે કે મોદી સરકાર ખુબ સારુ કામ કરી રહી છે. ૨૦.૬ ટકા લોકોએ સરકારના કામને સારુ કહ્યુ છે. ૨૦.૫૫ ટકા લોકોએ સરકારના કામને અયોગ્ય ગણાવી રહ્યા છે. સર્વેમાં સામેલ કરવામાં આવેલા લોકોને મોદી સરકારની સૌથી મોટી સિદ્ધી અને સૌથી મોટી નિષ્ફળતાના સંબંધમાં પુછવામાં આવતા ૩૩.૪૨ ટકા લોકોએ જીએસટીના અમલીકરણને મોદી સરકારના સૌથી સારા નિર્ણય
આભાર – નિહારીકા રવિયા તરીકે ગણાવીને તેની પ્રશંસા કરી છે. નોટબંધી અને સર્જિકલ સ્ટ્રાઇકના પગલાને પણ લોકો સાહસી નિર્ણય ગણાવી રહ્યા છે. નોટબંધીને લઇને લોકોના અભિપ્રાય જુદા જુદા રહ્યા છે. મોદી સરકારની કામગીરીની વાત કરવામાં આવે તો પોકમાં ઘુસીને ભારતીય સેનાને કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી મંજુરીને તેમના સાહસી નિર્ણય તરીકે ગણવામાં આવી શકે છે. ભાજપ સરકાર કેટલાક મોરચે નિષ્ફળ રહીછે જેમાં રોજગારીની બાબતનો સમાવેશ થાય છે. મુદ્રા યોજના દ્વારા રોજગારી આપવાની પોલ થોડાક અભ્યાસ બાદ ખુલી જાય છે. આ યોજના એક વ્યÂક્તને સરેરાશ ૨૧ હજાર રૂપિયા જ આપી શકી છે. ભાજપના તમામ વ્યુહરચનાકારો પણ માની રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને હવે વિપક્ષી એકતાની સામે મેદાનમાં ઉતરવાની જરૂર પડશે. શાસન વિરોધી પરિબળ, વિપક્ષી એકતા જેવા પરિબળો તેમની સામે રહેશે…
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




