ન્યુ દિલ્હી,તા.૫
દવા કંપની રેનબેક્સી લેબોરેટરીના પૂર્વ પ્રમોટર અને ફોર્ટિસ હોસ્પિટલ ચેઈનના સ્થાપક શિવેન્દર સિંહ તેમજ તેમના ભાઈ માલવિંદર સિંહ વચ્ચેનો ઝઘડો હવે કોર્ટમાં પહોંચ્યો છે.
શિવેન્દરસિંહે પોતાના ભાઈ માલવિંદર સિંહ સામે નેશનલ કંપની લો ટ્રિબન્યુનલમાં પિટિશન કરી છે.જેમાં રેલિગેયર એન્ટરપ્રાઈઝના પૂર્વ સીઈઓ અને એમડી સુનિલ ગોધવાણી સામે પણ તેમણે કેસ કર્યો છે. તેમના પર ફેમિલિ બિઝનેસને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પરિવારનો ઝઘડો રેનબેક્સી કંપની જાપાનની દાઈચી સાંક્્યો કંપનીને ૪.૬ અબજ ડોલરમાં વેચવામાં આવી તે પછી શરુ થયો હતો. જાકે નેશનલ કંપની લો ટ્રિબન્યુનલમાં થયેલી પિટિશન બાદ આ કેસ વધારે જટિલ બની શકે છે.
શિવેન્દરસિંહનુ કહેવુ છે કે જ્યારે ફોર્ટિસ દ્વારા પ્રમોટર્સ સાથે સંકળાયેલી ત્રણ કંપનીઓને અનસિક્્યોર લોન આપવામાં આવી હતી. એ આપવાની સત્તા માલવિન્દરસિંહ પાસે નહોતી.તેની સામે માલવિન્દરનુ કહેવુ છે કે તમામ નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





