હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને કોઇ ફરક નથી પડવાનોઃ ઓમ પ્રકાશ માથુર

0
6

ખેડા,તા.૧૧
ચુંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચુંટણીઓની જાહેરાત કરતા રાજકીય પક્ષોમાં પણ હલચલ વધી જવા પામી છે ત્યારે આજે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના પ્રભારી ઓમ પ્રકાશ માથુરની ઉપસ્થિતિમાં ખેડા જીલ્લામાં લોકસભાની ચુંટણી માટે વ્યૂહ રચના બનાવવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઓમ પ્રકાશ માથુરે હાર્દિકના કોંગ્રેસમાં જોડવા સબંધી કોઈ ટીકા કરવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે હાર્દિક કોંગ્રેસમાં જોડાય કે ન જોડાય અમને કોઈ ફરક પડતો નથી.
૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં મોદી વેવ ના કારણે ભાજપની પ્રચંડ જીત થઇ હતી હવે કોંગ્રેસ સતત પોતાના ભાષણોમાં જણાવે છે કે, હવે મોદી વેવ ખતમ થઇ ગયો છે આ મામલે ઓમ માથુરે હતુ કે, કોંગ્રેસીઓ અમારા કાર્યક્રમોની નકલ કરી રહ્યા છે, અમે જે કરીએ છીએ તેને કોંગ્રેસ ફોલો કરે છે પણ પરિણામ ૨૩ મેંના રોજ બધાને ખબર પડી જશે. હાલમાં કોંગ્રેસમાં દોડ ધામ મચી જવા પામી છે, મહા ગઠબંધનની કેવી હાલત થઇ છે તે જોઈ શકાય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY