પુલવામા હુમલા અંગે અલી ઝફરે વડાપ્રધાન ઇમરાનના નિવેદનનું સમર્થન કર્યુ

0
31

ઇસ્લામાબાદ,તા.૨૨
બોલિવૂડની ફિલ્મોમાં સારી તક મેળવી ચૂકેલા પાકિસ્તાની અભિનેતા અલી ઝફરે અચાનક અસલ રંગ બતાવતાં બોલિવૂડમાં સન્નાટો છવાઇ ગયો હતો.
૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગેના પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદનને અલી ઝફરે ખુલ્લંખુલ્લા ટેકો જાહેર કરતાં સ્વાભાવિક રીતેજ બોલિવૂડના એના આશ્રયદાતા ફિલ્મ સર્જકોને આઘાત લાગ્યો હતો.
બોલિવૂડના એક પ્રવક્તાએ કહ્યું કે અલીના આવા વર્તનની અમે અપેક્ષા રાખી નહોતી. એ જાણે છે કે પોતે શું કરી રહ્યો છે ? આખી દુનિયાને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદની જનેતા છે.
પુલવામા હુમલો લશ્કરી હોસ્પિટલમાં રહેલા મસૂદ અઝહરે કરાવ્યો હોવા છતાં ઇમરાન ખાને પાકિસ્તાનનો આ હુમલામાં કોઇ હાથ નથી એવા કરેલા નિવેદનને અલી ઝફરે ખુલ્લંખુલ્લા ટેકો જાહેર કર્યો હતો.
અત્રે એ યાદ રહે કે ઊરીની ઘટના વખતે ફવાદ ખાને પણ પાકિસ્તાન જઇને ભારત વિરોધી નિવેદન કર્યું હતું. ફેડરેશન આૅફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝના ચીફ એડવાઇઝર અને ફિલ્મ સર્જક અશોક પંડિતે કહ્યું હતું કે પાકિસ્તાની કલાકારોનું આવું વલણ પહેલેથી રહ્યું છે. એ લોકો બેવડાં ધોરણ ધરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY