જુગારધામે દરોડા પડતા યુવાનનું રહસ્યમય મોત, એલસીબીને તપાસ સોંપાઇ

0
5

જામનગર,તા.૧૨
જામનગર જિલ્લાના જામજોધપુર ગામે એલસીબી દ્વારા કથિત જુગારનો દરોડો પાડી લાખો રૂપિયાના તોડ અને આ દરોડામાં ભાગવા ગયેલા યુવાનનું વોકળામાં પડી જવાથી થયેલા મોતનું પ્રકરણ છેલ્લા એક અઠવાડીયાથી ગાજી રહ્યું છે. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાને લઇ સમગ્ર પ્રકરણની તપાસ રાજકોટ આઇજીએ જામનગર જિલ્લા બહાર રાજકોટ રૂરલ એલસીબીને સોંપતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામજોધપુર ગામે એક મીલમાં ચાલતા જુગાર પર જામનગર એલસીબી દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં લાખો રૂપિયાનો તોડ કરી જુગારીઓને જવા દેવામાં આવ્યા હતાં. આ જુગારના દરોડા દરમિયાન નાશવા જતા પોરબંદરના યુવાનનું પાણીના વોકળામાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જેની લાશ બીજા દિવસે ધ્યાને આવી હતી. પોલીસના આ તોડકાંડની વાત છાની ન રહેતા ચર્ચાના ચકડોળે ચડી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઇ રેન્જ આઇજી દ્વારા રાજકોટ ગ્રામ્ય એલસીબીને સમગ્ર પ્રકરણની તપાસ સોપી છે. જે અનુસંધાને પીઆઇ એમ.એન. રાણાએ જામનગર અને જામજોધપુર જઇ તપાસ શરૂ પણ કરી દીધી છે.
પોરબંદરનો યુવાન જામજોધપુરમાં લાશ મળ્યા બાદ ભેદી રીતે પોસ્ટમોર્ટમ જામજોધપુર જ કર્યું. જો જામનગરમાં થાત તો કંઇક બહાર આવત તેવી સંભાવના હતી. સૂત્રો જણાવે છે, યુવાન ભાગતી વેળાએ વોકળામાં પડતા માથામાં પથ્થર લાગતા મોત થયું હતું. જ્યારે પોલીસ ડાયરીમાં તેનું મોત પાણીમાં ડૂબવાથી કહેવામાં આવ્યું છે. ત્યારે મોત સામે અનેક સવાલો ઉઠે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY